જનસુવિધા:તાપી જિલ્લામાં આઠમાં તબક્કાના સેવાસેતુમાં 13 હજારથી વધુ અરજીઓનો નિકાલનો દાવો

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા અને સોનગઢ પાલિકા સહિત તમામ તાલુકામાં સેવાસેતુનું આયોજન કરાયું

તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તા.14/05/2022ના રોજ સવારે 9 કલાક થી 5 કલાક દરમ્યાન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં સેવાસેતું કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરપાલિકા ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ, ખાતે સોનગઢના રંગઉપવન જય બાગ ફોર્ટ સોનગઢ ખાતે, કુકરમુંડામાં પ્રાથમિક શાળા ઉટવાદ ખાતે, નિઝર તાલુકામાં પ્રાથમિક શાળા ખોરદા ખાતે, ઉચ્છલ તાલુકામાં પ્રાથમિક શાળા કરોડ ખાતે, સોનગઢ રૂરલમાં આશ્રમ શાળા ચીમેર ખાતે, વાલોડમાં પ્રાથમિક શાળા કોંકણવાડ, ડોલવણમાં પ્રાથમિક શાળા ગારવણ ખાતે અને વ્યારા રૂરલમાં આશ્રમશાળા બેડકુવાદૂર ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજાયો હતો.

સરકારની 56 પ્રકારની જુદી જુદી સેવાઓ જેવી કે વ્યવસાય વેરા (અરજી), ગુમાસ્તાધારા, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના-મંજુરી પત્ર વિગેરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતી.આ કાર્યક્રમોમાં મળેલ અરજીઓમાં વ્યારા નગરપાલિકાના ખાતે તમામ 2473 અરજીઓ અને સોનગઢ નગરપાલિકાનો સેવાસેતુ જયબાગ રંગઉપવન ખાતે તમામ 418 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કુકરમુંડા ખાતે 973 અરજીઓ, નિઝર તાલુકામાં 1046 અરજીઓ, ઉચ્છલ તાલુકામાં 1047 અરજીઓ, સોનગઢ રૂરલમાં 2630 અરજીઓ, વાલોડમાં 988 અરજીઓ, ડોલવણમાં 1595 અને વ્યારા રૂરલમાં 2416 અરજીઓ મળી તમામ કૂલ-13,586 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના વિવિધ સરકારી કામોનો પોતાના ઘરના આંગણે જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેને લઇ લાભાર્થીઓએ ઘણી રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...