તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલીત વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળા, પનિયારી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ ગાંધીનગર આયોજીત ગુજરાત રાજ્ય લલીત કલા અકાદમી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી-વ્યારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટીગ વર્કશો૫-2022નું તા. 29/07/2022સુધી આયોજન કરવામા આવ્યું છે.
આ ક્રાર્યક્રમને સહાયક માહિતી નિયામક નિનેષ ભાભોર તાપીના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિનેષ ભાભોરે શાળાનુ અવલોકન કરતા એમને શાળાનુ વાતાવરણ ખુબ પસંદ કરી શાળાની પ્રશંસા કરી હતી. વધુમાં શાળાના બાળકોને ચિત્રકલાનું મહ્ત્વ સમજાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળાના ડ્રોઇંગ ટીચરની તેમણે પ્રશંસા કરી તેમને પણ પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતે પોતાના વકતવ્યમાં ચિત્રસ્પર્ધા વિષયે વિદ્યાર્થીઓને વિગતે માહિતી આપી તેમને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય જય વ્યાસે ઉપસ્થિત સૌ મહાનુભવોને પુષ્પગુચ્છાથી આવકાર આપી શાબ્દિક રીતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વધુમાં તેમણે બાળકોને કલા કૃતી માટે જાણીતા દેશ રોમની વાત કરી."Rom was Not Build in a day" ની જાણીતી કહેવત દ્રારા પોતાના કાર્યમાં ધીરજ રાખી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેની વાત કહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને તેમણે આ સ્પર્ધામાં વિવિધ શાળાના 100 થી પણ વધુ બાળકો દ્રારા ભાગ લિધો હોવાની ખુશી વ્યકત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.