વ્યારા નગરપાલિકામાં ગત 6 -2- 2023 ના રોજ ચીફ ઓફિસર તરીકે 11 માસ કરાર આધારિત બી.બી ભાવસાર ની નિમણૂક કરાઈ હતી, જે બાદ બે માસ માં ફરી વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે વંદનાબેન ડોબરિયાની નિમણૂક થઈ હતી. બે માસના ટૂંકા ગાળામાં જ વ્યારા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની બદલી થઈ ગઈ હતી.
ગત વર્ષ દરમિયાન વ્યારા નગરપાલિકા ને સોનગઢના ચીફ ઓફિસર દ્વારા ઇન્ચાર્જથી કાર્યરત રખાઈ હતી. જે બાદ બે માસ અગાઉ વ્યારા નગરપાલિકાને ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે બી.બી. ભાવસાર નો ઓર્ડર કરાયો હતો જોકે તાજેતરમાં વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીઓ કરાઈ હતી.
જેમાં વ્યારા નગરપાલિકા 11 માસના કરાર આધારિત ચીફ ઓફિસર બી.બી. ભાવસાર ની બદલી થઈ હતી.હાલ વ્યારા નગર પાલિકાનાં ચીફ ઓફિસર તરીકે કુ.વંદનાબેન બાબુલાલ ડોબરીયાની 2 વર્ષનાં સમયગાળા માટે અજમાયશી ધોરણે નિમણુંક આપવામાં આવી છે. આ અજમાયશી ચીફ ઓફિસર વર્ગ-2ની નગર પાલિકા ખાતેની પ્રત્યક્ષ તાલીમ પુર્ણ થઈ હોય તેઓને વ્યારા નગર પાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.