“નારી વંદન ઉત્સવ”:તાપી જિલ્લા ખાતે "મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી, મહિલાઓને જાતિય સતામણી અંગે માહિતી અપાઈ

તાપી (વ્યારા)2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ફરિયાદ સમિતિની કામગીરી અંગેની સમજ આપવામાં આવી

તાપી જિલ્લા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સંયુકત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળોએ મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત સેમીનારનું આયોજન પદ્મશ્રી રમિલાબેન ગામીતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારી ડિ.પી. વસાવા, વિવિધલક્ષી ક્લ્યાણ કેન્દ્રમાંથી મીનાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

કામકાજના સ્થળોએ જાતીય સતામણી અંગે માહિતી અપાઈ
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી ડિ.પી.વસાવાએ કાર્યક્રમની રૂપરેખા આપી કામકાજના સ્થળોએ જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત સ્થાનિક ફરિયાદ સમિતિની કામગીરી અંગેની સમજ આપી હતી. પોલીસ અધિક્ષકની કચેરી-તાપીના કાયદા નિષ્ણાત એડ્વોકેટ નિલેશ પટેલ દ્વારા વિવિધ કચેરીઓમાંથી હાજર રહેલા કર્મચારીઓને કાયદા અંગેનુ વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી દ્વારા મહિલાઓને વિવિધ કાયદાની જાણકારી અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. પદ્મશ્રી રમિલાબેન ગામીતે સમાજમાં મહિલાની વાસ્તવિક સ્થિતિ અને કાયદાની જાણકારી ન હોવાના ગેરફાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત મહિલાઓને જાગૃત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...