ભાસ્કર વિશેષ:સેવા સદનના બંને ગેટ, દરેક એન્ટ્રી-એક્ઝિટ પર CCTV ગોઠવાશે

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં અધિકારીઓ આતંકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ ગ્રહણ કર્યાં હતા. - Divya Bhaskar
વ્યારામાં અધિકારીઓ આતંકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ ગ્રહણ કર્યાં હતા.
  • તાપી જિલ્લા કચેરીના બહાર વણવપરાતા સામાન અને ભંગાર વાહનોનો યોગ્ય નિકાલ કરવા તાકીદ

તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર વઢવાણીયાએ સૌ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ સરકારી કર્મચારી નિવૃત થાય તેના પેન્શન સમયસર મળી જાય તે જોવુ આપણી જવાબદારી છે. કોઇ કર્મચારી ઉપર કોર્ટ કેસની મેટર હોય તો પણ તે પ્રોવિઝનલ પેન્શન માટે હકદાર હોવાથી પેન્શન કેસોનો નિકાલ મીશનમોડમાં કરવો જરૂરી છે. તેમણે સરકારી નાણાની વસૂલાત અંગે અમલીકરણ અધિકારીઓએ જરૂરી એક્શન લઇ જેતે વ્યક્તિઓને નોટીસ આપવી કે માંડવાળના પગલા લેવા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ઉપરાંત સેવાસદનમાં જે-તે કચેરીના બહાર વણવપરાતા સરસામાન અને ભંગારમાં પડેલા વાહનોને 10 દિવસમાં યોગ્ય નિકાલ કરી સેવાસદનને સ્વચ્છ રાખવા તાકીદ કરી હતી. તેમણે જે કચેરીઓમાં એસી રાખવું મંજુર નથી તેને હટાવી લેવા, કચેરીમાં વીજ વપરાશ જરૂરીયાત પુરતો જ કરવા તથા દરેક કચેરી જ્યા જાહેર જનતાની અવર જવર વધુ હોય ત્યા એન્ટ્રી અને એક્ઝીટ ઉપર તથા સેવા સદનના બન્ને ગેટના એન્ટ્રી-એક્ઝીટ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. અંતે તેમણે બેઠકમાં આવતા દરેક કર્મચારી,અધિકારીઓને બેઠકમાં આપેલ મુદ્દાઓનો યોગ્ય અભ્યાસ કરી પુરતી માહિતી સાથે જ ઉપસ્થિત રહેવા કડક સુચનો કર્યા હતા.

તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાલુકા કક્ષાએ નવી પોલિસ કચેરીમાં સરકારી જગ્યા ફાળવણીના કામો અંગે તથા સેરૂલા ફાયરીંગ રેંજની આસપાસના વિસ્તારમાં અનઅધિકૃત લોકોના દબાણને દુર કરવા અંગે સંબંધિત વિભાગ સાથે મળી એક્શન લેવા અંગે જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઇન વર્કર માટે 22 મે ના રોજ ખાસ સેવા સદનમાં મેડીકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા નાગરિકો દરેક પી.એચ.સી અને સી.એચ.સી ઉપર જઇ કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ લઇ શકે છે. આ ઉપરાંત બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસ, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાંની વસૂલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસ અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...