અકસ્માત:બોરખડી ગામે 2 બાઇક સામસામે ભટકાતા બંને ચાલકે જીવ ગુમાવ્યો

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ ભરવા જઇ રહેલા પશુપાલકને સામેથી આવતી બાઇકે અડફેટે લીધી

વ્યારા તાલુકાના બોરખડી ગામના દાદરી ફળિયામાં ગત સાંજના સમયે દૂધ ભરવા આવેલા એક મોટરસાયકલ ચાલક સાથે અન્ય એક મોટરસાયકલ ચાલક સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેતા અકસ્માત કરી દેતા જેમાં બંને મોટરસાયકલ ચાલકોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વ્યારા તાલુકાનાં કોહલી ગામે રહેતા અરવિંદભાઇ ચુનિલાલભાઇ ચૌધરી (52) તેમના પરિવાર સાથે રહે છે. અને ખેતી અને પશુપાલનનું વ્યવસાય કરે છે. ગત 26 મી જુલાઇનાં રોજ સાંજે અરસામાં બાઇક (જીજે 19કે 3271) લઇને પોતાના ઘરેથી બોરખડી ગામે દુધ ભરવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે વ્યારા તાલુકા ના બોરખડી ગામે દાદરી ફળિયામાં સામેથી હોન્ડા ડ્રીમ યોગા મો.સા. નં.જીજે 26એચ 9504 નો ચાલક અનિલ વિનોદભાઇ ચૌધરી (રહે. બોરખડી, દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી)એ પોતાના કબ્જાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અરવિંદભાઇ ચૌધરીની મોટર સાયકલની સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બંને ઈસમો મોટરસાયકલ પરથી રોડ ઉપર પડી ગયા હતા જેમાં અરવિંદભાઇ ચુનિલાલભાઇ ચૌધરી અને અનિલ વિનોદભાઇ ચૌધરી બંને મોટર સાયકલ ચાલકોને માંથામાં ગંભીર ઇજા થઇ હતી. આ બંને વધુ સારવાર મળે તે પહેલાં સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે પરેશભાઈ ચૌધરીએ વ્યારા પોલીસમાં જાણ કરી અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...