વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં સતત વિકાસના કામો માટે નગરપાલિકાના સભ્યો સજાગ રહે છે. વોર્ડ નંબર 2માં રોહિત વાસ નજીક પાણીની મુશ્કેલીથી છુટકારો આપવા માટે નગરપાલિકાના સભ્યો દ્વારા આ વિસ્તારમાં બોરિંગ નું કામ કરાવી દેતા ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની પડતી મુશ્કેલીઓ દૂર થવાને કારણે સ્થાનિકોમાં રાહત થઈ રહી હતી.
વ્યારા નગરના વોર્ડ નંબર 2 માં રોહિતવાસ વિસ્તારમાં પાણીની મુશ્કેલીઓ વધી રહી તેમજ આવનાર ઉનાળા અને ભવિષ્યમાં આ મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા પણ રહેલી હતી જેને લઈને સ્થાનિકો દ્વારા આ સમસ્યાથી કાયમી છુટકારો માટેની નગરપાલિકાના સ્થાનિક સભ્યોને રજૂઆત કરી હતી
જે અંતર્ગત સમસ્યાને દૂર કરવા વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમા વોર્ડ નં.2 અગ્રેસર ગત 24 મી જાન્યુઆરી રોજ પાણીની સમસ્યાથી ગ્રસ્ત રોહિતવાસમા હનુમાનજી મંદિર નજીક સ્થાનિક નગરજનોની રજૂઆતને ગ્રાહ્ય રાખી નગરસેવક સંજયભાઇ સોનીની માંગ મુજબ પાણીની સમસ્યા દૂર કરવા પાણી નો બોર કરવામાં આવ્યો. સંજયભાઇ સોની સહિત વોર્ડ નં. 2 ના જાગૃત મહિલા નગર સેવિકા નિમિષાબેન હેમંતભાઈ તરસાડીયા ઉપરાંત ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ અને સ્થાનિક આગેવાન યોગેશ સોલંકી, ગંગાબેન કંથારિયા સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.