તાપી વિધાનસભા ચૂંટણી LIVE:મતદારોએ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યા, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના જીતના દાવા

તાપી2 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.સાંજના 5 વાગ્યા સુધીમાં એકદંરે 72.87 ટકા મતદાન નોંધાયું છે. તાપી જિલ્લામાં 171-વ્યારામાં 65.29 ટકા અને 172-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં 77.87 ટકા મતદાન નોધાયું છે. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે. જો કે, મતદારોએ ઈવીએમમાં સીલ કરેલો જીતનો કળશ કોના પર ઢોળાશે તે તો 8મી ડિસેમ્બરના રોજ જ જાણવા મળી શકશે.

ઉમેદવારોના જીતના દાવા
શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનને લઈને જે તે પક્ષ દ્વારા પોતાના તરફી મતદાન થયાના દાવા કરવામાં આવ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. તથા આગામી 8મી ડિસેમ્બરે પોતે જ જીતશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહંત કોંકણીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મહંત કોંકણીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વ્યારાના ઉમેદવારે મતદાન કર્યુ
વ્યારાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવાર મહંત કોંકણીએ મતદાન કર્યું હતું. સાથે જ મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ મતદારો પણ જંગી માત્રામાં તેમના તરફી મતદાન કરી રહ્યા હોવાનું પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પુનાજી ગામિતે મતદાન કર્યું હતું.
પુનાજી ગામિતે મતદાન કર્યું હતું.

પુનાજી ગામિતે મતદાન કર્યું
ઉમેદવાર પોતાના સમર્થક સાથે મતદાન કરવા પહોંચ્યાં હતાં. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા કામો કરવાના બાકી છે તે કરવામાં આવશે.

ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે.
ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે.

ઈવીએમ સહિતની સામગ્રીથી મતદાન મથકો સજ્જ
મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં ડિસ્પેચીંગ કામગીરી દરમિયાન સેન્ટરમાં EVM – VVPAT સંદર્ભની તૈયારીઓ, ડિસ્પેચીંગ પહેલા રાખવાની થતી તમામ પ્રકારની કાળજી તેમજ મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ ડિસ્પેચીંગ વખતે રાખવાની જરૂરી કાળજી, નિયત સ્થળોએ બેરીકેટીંગ, CCTV કેમેરા, ડાયરી વગેરે જેવી તમામ સુવિધા માટેની જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

દિવ્યાંગ મતદાન મથક, સખી મતદાન મથકો, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, આદર્શ મતદાન મથકો, સહિત તાપી જિલ્લાના તમામ ૬૦૫ મતદાન મથકોના કર્મચારીઓ, મહિલા પોલીંગ ઓફિસર સહિતના સમગ્ર ટીમ સાથે સીધો સંવાદ કરી તેમને સોંપાયેલી ફરજો ખૂબ જ ચોકસાઇથી તેમજ આ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક કામગીરી સંપન્ન કરવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા હર્ષ ઉલ્લાસભેર રવાના થયા હતા.

આદિવાસીઓને રિઝવવા પ્રયાસ
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચૂંટણીઓ વ્યારા બેઠકને કબજે કરવા અનેક જાહેર સભાઓ સંબોધી અહીંના આદિવાસી મતદારોને આકર્ષવા ધમપછાડા કર્યા હતા.

ભાજપ ત્રીજા સ્થાને રહેલું
1990થી અત્યાર સુધી વ્યારા વિધાનસભા બેઠકનાં પરિણામો પર નજર કરીએ તો 1990ની વિધાનસભા ચૂંટણીમાં વ્યારા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમરસિંહ ચૌધરીને 34, 320 મતો મળ્યા હતા અને 1708 મતે જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ.મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ચૌધરી હાર્યા હતા. ભાજપના ઉમેદવાર સુમુન ગામીતને માત્ર 2614 મત જ મળ્યા હતા. ત્યારબાદ 1995 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રણજિત પાવાગઢીને ટિકિટ આપી હતી જેને 14,490 મત મળ્યા હતા અને ભાજપના ત્રીજા નંબરે રહી હતી.

ભાજપનું ધોવાણ થયું હતું
1998ની વિધાનસભા ચૂંટણી ભાજપે એક સમયનાં અપક્ષ ધારાસભ્ય અમરસિંહ જેડ.ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા જોકે અમરસિંહ ચૌધરી પણ 16,070 મતે હાર્યા હતાં. જોકે છેલ્લી બે ટર્મમાં ત્રીજા સ્થાને રહેલી ભાજપ બીજા સ્થાન પર પહોંચવામાં સફળ રહી હતી. સાલ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની સામે મહિલાને ટિકિટ આપી હતી. જેમાં પણ ભાજપના ઉમેદવાર શારદાબેનને માત્ર 14,389 મત મળ્યાં હતાં જેની સામે તુષાર ચૌધરીને 54797 મતો મળ્યા હતા અને ભાજપ કરતાં વધુ મત તો અપક્ષ ઉમેદવારને 26401 મત મળ્યાં હતાં. જેને કારણે ભાજપનું મોટાપાયે ધોવાણ થતાં ભાજપ ત્રીજા સ્થાને રહી હતી.

અન્ય સમાચારો પણ છે...