તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં આવેલા સ્માર્ટ વિલેજ ખાતે મહુવાના ધારાસભ્ય મોહન ભાઈ ઢોડીયા પ્રયત્નો અને ગ્રામ પંચાયત બુહારી ની રજૂઆતના પગલે ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પુણા નદી ના કાંઠે અંદાજે 5.40 કરોડ ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ ને મંજૂરી મળી હતી જેનો આજરોજ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા અને અન્ય આગેવાનોના હસ્તે કરવામાં આવ્યો હતો દિવાલ બનવાને કારણે આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી દૂર થશે.
વાલોડ તાલુકાના બુહારી ગામ દ્વારા વિવિધ વિકાસના કામોના આયોજનો કરી નગરજનોની સુવિધા વધારી રહ્યા છે. બુહારી ખાતે રામજી મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યાર બાદ હવે આ વિસ્તારમાં વર્ષો જુની લોક માગણી હતી કે પૂર્ણા નદીના કાંઠે અવાર નવાર ધોવાણ થતું હોવાથી આ વિસ્તારમાં મુશ્કેલી વધી રહી છે. જેને લઇને ગ્રામ પંચાયત ના સત્તાધીશો અને આગેવાનો સત્યજીત ભાઈ દેસાઈ અને ઉદય દેસાઈ દ્વારા સ્થાનિક ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ને રજૂઆતો કરી હતી અને તેમણે સરકારના વિભાગમાં રજૂઆત કરતાં 5.40 કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલનું મંજૂરી મળી હતી.
જેને લઇને બુહારી ના દેસાઈવાડ, ગોલવાડ અને ભડારીવાડ ના રહીશો ને પડતી મુશ્કેલીઓ દૂર થશે આ દીવાલનું કામ બાપા સીતારામ મઢુલી નજીકથી શરૂ થઈ ભંડારી વાડ આશાપુરા માતાના મંદિર સુધી થવાનું છે જે કામ નું આજે ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા ના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.
આ પ્રસંગે વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઇ કોકણી તેમજ પંચાયત સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ ગામીત બિહારીના સહકારી અગ્રણી ઉદયભાઇ દેસાઇ તેમજ બુહારી ના ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી સુરજ ભાઈ દેસાઈ ,બુહારી ના સરપંચ વનીતાબેન વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ ટીંકલભાઈ પટેલ સહિત પંથકના આગેવાનો અને ગ્રામજનો ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.