ચૂંટણી:વ્યારા સયાજીગ્રાઉન્ડમાં અવસર રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા સુચારૂ પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે વ્યારા 171 મતવિસ્તારના વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવે અવસર રથને ફ્લેગ ઓફ કરી વિવિધ સ્થળો જવા માટે રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ અવસર રથ દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેકટર તાપીએ તમામ મતદારોને 1લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. વ્યારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર વ્યારા એચ. જે. સોલંકી અવસર રથ સાથે રહી અને શેરી નાટકના કાર્યક્રમના સ્થળે હાજરી આપી મતદારોને આગામી ચૂંટણીમાં અચુક મતદાન કરવા અપીલ કરી હતી. વ્યારા તાલુકાના કાનપુરા, વ્યારા પાનવાડી, ઉંચામાળા, પનિયારી ગામે અવસર રથ ફેરવવામાં આવ્યો હતો.

તેમજ મતદારોને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત કરવા પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓછુ મતદાન ધરાવતા વિસ્તારો પૈકી સયાજી ગ્રાઉન્ડ વ્યારા શિવાજી લાઇબ્રેરી વ્યારા તથા મુખ્ય પ્રાથમિક શાળા ડૉલવણ ખાતે શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં અવસર રથ કાનપુરા-3, પાનવાડી-2, વ્યારા-19, વ્યારા-18, વ્યારા-12, ઉંચામાળા-6, ઉંચામાળા-5, ઉંચામાળા-7 મતદાન મથકો ખાતે અવસર રથ ભ્રમણ કરી નાગરિકોને મતદાનના મહત્વ અંગે મામલતદારશ્રી, સ્થાનિક BLO, વિવિધ નોડલ ઓફિસરોએ દ્ સમજૂતી આપી હતી.

આ ઉપરાંત અવસર રથ ઉપર સહિ કરી ગ્રામજનો ચૂંટણી પ્રક્રિયામાં મત આપી ઉત્સાહભેર લોકશાહીના તહેવારમાં ભાગ લેવા સંકલ્પબધ્ધ થયા હતા. સ્થાનિક BLO, નોડલ ઓફિસરો, એફ.પી.એસ. સંચાલક, એમ.ડી.એમ. સંચાલક, તલાટી કમ મંત્રીઓ, વિદ્યાર્થીઓ,ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, મતદારો હાજર રહી અવસર રથના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...