ભાસ્કર વિશેષ:વ્યારામાં નિત્ય 100થી 150 વ્યક્તિને વ્યસન મુક્તિ માટે સમજાવી વ્યસન મુક્ત બનાવવાનો બાળકોનો પ્રયાસ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં બાળકોની ટીમ વ્યસન મુક્તિ બાબતે કામગીરી કરી રહી છે. - Divya Bhaskar
વ્યારામાં બાળકોની ટીમ વ્યસન મુક્તિ બાબતે કામગીરી કરી રહી છે.
  • કાટગઢ ગામે સ્વામિનારાયણ મંદિરનાં બાળ સભાના બાળકોની બાળ પ્રવૃત્તિ

જુદા જુદા વ્યસનના કારણે ભારતભરમાં દર સેકન્ડે એક વ્યક્તિ મોતને ભેટે છે અને દર વર્ષે સરકાર દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિઓની સારવાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વ્યસની વ્યક્તિઓને વ્યસન મુક્ત બનાવવા માટે સરકાર સહિત વિવિધ એનજીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વ્યારા ખાતે બાળકો દ્વારા ટિમ બનાવી વિવિધ સ્થળોએ જઇ લોકોને વ્યસન મુક્તિ સમજાવી રહ્યા છે.

આ વ્યસન મુક્ત ભારત બનાવવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ સભાના બાળકો પણ સહભાગી બની લોકોને વ્યસન મુક્ત બનાવવાનો સુતત્ય પ્રયાસ કરી રહ્યા છે. વ્યારાના કાટગઢ ગામે સ્વામિનારાયણ મંદિરનાં બાળ સભાના બાળકો બાળ પ્રવૃત્તિ નિર્દેશકોની આગેવાની હેઠળ ટીમો બનાવી શહેરો અને વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવી રહ્યા છે.

વ્યારાના કાટગઢ ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાળ ટીમ દ્વારા નિત્ય 100થી 150 લોકોને વ્યસન મુક્તિના પાઠ સમજાવી વ્યસન મુક્ત બનાવવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેને નગરજનોએ સરાહનીય કાર્ય લેખાવી બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...