તપાસ:બાજીપુરા ખાતે વ્યાજખોરોથી ત્રસ્ત થઈ વેપારી ઘર છોડી જતા ત્રણ સામે ફરિયાદ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા ચેકો લખાવી ચેક રિટર્ન કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા વેપારી ગુમ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રહેતા એક વેપારીએ બારડોલી ખાતે રહેતા એક વ્યક્તિ પાસે રૂ. 6.80 લાખ વ્યાજે લીધા હતા તેના વ્યાજ સાથે રૂ. 13.50 લાખ ચૂકવ્યા હોવા છતાં ધમકી આપી રૂ. 17.50 લાખ વ્યાજ સહિત રકમ બાકી હોવાનું હિસાબ કાઢી ધમકી આપી ખોટા કેસોમાં ફસાવી દેવાની અને ગુંડાઓ પાસેથી મારી નાખવાની વ્યાજખોરોની ધમકીઓ આપી હોવાનાં કારણે વેપારી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

બાજીપુરા ખાતે રહેતા રામપ્રસાદ બંસીલાલ સુથાર જયદેવ ટ્રેડર્સ નામની દુકાન ચલાવે છે. તેઓ બાજીપુરા મંગલમ પાર્ક સોસાયટી ખાતે રહેતા હતા. તેમની પત્ની સીતાબેન રામપ્રસાદ સુથાર દ્વારા વાલોડ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ મુજબ તેમના પતિએ બાબુલાલ મોહનલાલ શાહ તથા તેમનો છોકરો ધર્મેશકુમાર બાબુલાલ શાહ (બંને રહે સનસીટી, ટેન, બારડોલી) તથા બાબુલાલનો સાળો પ્રકાશ ભવરલાલ શાહ રહે હિંમતનગરનાઓ દ્વારા રામપ્રસાદ બંસીલાલ સુથારે ₹6.80 લાખ બે ટકાના વ્યાજના દરે ઉછીના આપેલ હતા,

જે મુદ્દલ રકમ તથા તેને ઊંચા સાથે રૂ.13.50 લાખ રામપ્રસાદ સુથારે ચૂકવી આપેલ હોવા છતાં ખોટા ખોટા હિસાબો કરી રામપ્રસાદને રૂ. 10 લાખ ઉછીના આપેલ હોવાનું કહી રામ પ્રસાદ પાસેથી રૂપિયા 17.50 લાખ બાકીની રકમ નીકળતી હોવાનું રામપ્રસાદને જણાવી સમયસર વ્યાજ ચૂકવવા ગાળો આપી ગુંડાઓથી માર મારી નાખવાની ધમકી મોતનો ભય બતાવી રામ પ્રસાદ પાસેથી વ્યાજ વસૂલ કરવા માટે બળજબરીથી રામપ્રસાદ અને તેમનો છોકરો ગૌતમની સહીવાળા કોરા ચેકમાં રકમ ભરી ચેક બેંકમાં નાખી ચેક રિટર્ન કરવાની ધમકી આપી,

ચેક બાઉન્સ કરાવી ખોટો કેસ કરાવી તેમજ રામપ્રસાદને ઊંચા વ્યાજે પૈસા આપેલ હોવા છતાં બળજબરી પૂર્વક નાણા ઉછીના આપ્યા અંગેનો કરાર કરાવડાવી અને રામપ્રસાદની પત્નીની લાખોની કિંમતનું મકાન બે વર્ષ અવેજ પેટે દસ્તાવેજ કરાવી ખોટા હિસાબો બનાવ્યા હતા. ફરિયાદીના પતિ પાસેથી પત્નીના ઘરેણા લઈ અવારનવાર ઊંચા વ્યાજની માંગણી કરતા અને વારંવારની ધમકી આપતા માનસિક રીતે હેરાન પરેશાન થતા રામપ્રસાદ બંસીલાલ સુથાર કોઈને કશું પણ કહી ન જતા રહ્યા હોય આ બાબતે સૌ પ્રથમ વાલોડ પોલીસમાં ગુમ થયા હોવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પોલીસ માં રામપ્રસાદ પાસેથી વ્યાજખોરો દ્વારા ઉંચી રકમ વ્યાજ પર લઈ ત્રાસ આપતા હોવાને કારણે રામપ્રસાદ ગુમ થયા હોવા અંગેની ફરીયાદ રામપ્રસાદની પત્ની સીતાબેન દ્વારા વાલોડ પોલીસ દ્વારા આ અંગે વ્યાજખોરો બાબુલાલ મોહનલાલ શાહ, તેનો પુત્ર ધર્મેશકુમાર અને તેનો સાળો પ્રકાશ સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...