લેખિતમાં આવેદનપત્ર:સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ કલેક્ટર મારફત રાજ્યપાલને આવેદન

વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા તાપી કલેકટરને આવેદન પત્ર અપાયું. - Divya Bhaskar
વ્યારામાં સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા તાપી કલેકટરને આવેદન પત્ર અપાયું.

સમસ્ત ખ્રિસ્તી સમાજ ભારત દ્વારા તાપી જિલ્લા કલેકટર મારફત રાજ્યપાલને લેખિતમાં આવેદનપત્ર મોકલાવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓની માંગણી કરાઇ હતી. વ્યારામાં સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ભારતના બંધારણની કલમ 25ની આધારે રજૂઆત કરીએ છીએ. વિવિધ સંગઠનો દ્વારા ખ્રિસ્તી સમાજ ઉપર પુરાવા વગરનાં આરોપો મૂકવામાં આવે છે, જેવા કે લોભ - લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવે છે.

પરિવારોમાં જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે શુભેચ્છાની પ્રાર્થના અથવા નવા ઘરના ઉદ્ઘાટનના પ્રસંગે ઘરની શાંતિ માટે પ્રાર્થના હોય તેવા કિસ્સાઓમાં પણ આરોપ મૂકવામાં આવે છે કે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણાં એવા વિસ્તારો છે કે જયા ભકિત કરવા માટે પ્રાર્થનાભવનની સગવડ નથી ત્યાં બે - ત્રણ પરિવારો ભેગા વળી ઘરમાં ભકિત કરે છે. તેવા કિસ્સામાં પણ ધર્માતરણ કરવામાં આવે એવા આરોપો મૂકવામાં આવે છે.

ધાર્મિક સભા - સંમેલનની પરમિશન બાબતે પણ આક્ષેપ મૂકવામાં આવે છે. વિવિધ સંગઠનો મારફતે રેલી અને સભા માટે તેમજ ધાર્મિક સભા - સંમેલનની પરમિશન ન આપવા માટે તંત્ર દબાણ કરવામાં આવે છે. પરમીશન બાબતે પણ ભેદભાવની નીતિ રાખવામાં આવે છે. ખ્રિસ્તી સમાજ મારફતે કોઈ પણ પ્રકારનું પ્રલોભન કે પછી દાબ દબાણ આપવામાં આવતું સ્વૈચ્છિક અને રાજીખુશીથી પ્રભુ મંદિરમાં ઈશ્વરની ભક્તિ કરવા આવે છે.

સમાજ સુધારણાના શિક્ષણ એ મળધાથી લોકોએ સ્વૈચ્છિક અને રાજીખુશીથી દારૂ , બીડી , સિગારેટ, તમાકુ , ગુટકા જેવા વ્યસનોનો ત્યાગ કર્યો વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બની રહ્યા છે . ખ્રિસ્તી સમાજ પ્રેમ , શાંતિ અને માફીના શુભ સંદેશ મારફતે સમાજમાં પ્રેમ અને શાંતિનું નિર્માણ થાય એ દિશામાં કાર્ય કરે છે.

અન્ય સમાચારો પણ છે...