વાલોડ સમારચાલી ફળિયામાં પાણીની પાઇપલાઇનમાં પૂરતા ફોર્સથી પાણી પાઇપલાઇનનો લીકેજ હોય નળ તથા પાણીની પાઇપ લાઈનો તૂટી હોય પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તૂટેલ પાઇપલાઇન બનાવવા કોઈ કામ ન કરાતા સમારચાલી ફળિયાના લોકોમાં રોષ છે. કેટલાક અસામાજિક તત્વો નળો તથા પાઇપલાઇન તોડી નાખતા હોવાનો પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે. વાલોડ સમરચાલી ફળિયા એ મહદ અંશે હળપતિઓ અને આદિવાસીઓ વસવાટ કરે છે.
મનકામેશ્વર મંદિરની સામેના ફળિયામાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન, પાણીની ટાંકી અને દરેક સ્થળે નળો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગની પાઇપલાઇન તકલાદી કે ટકાઉ ન હોય તેવી પાઇપલાઇન કરી હોય અનેક જગ્યાઓ પરથી તૂટી ગયેલ છે અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાણીના નળો તથા પાઇપલાઇન તોડી નાખી નંખાતા પાણી છોડવામાં આવે છે ત્યારે મોટાભાગે પાણીનો વેડફાટ થઈ જતો હોય છે, લોકો પાણી વિના ટળવળતા હોય છે. આ અંગેની રજૂઆત સ્થાનિક સભ્યો કે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા સ્થાનિક તાલુકા પંચાયત સભ્યોને વારંવાર કરવામાં આવી છે.
પરંતુ નવી પાઇપલાઇન કરવામાં આવી નથી. પાઇપલાઇન પ્લાસ્ટિકના હોય કેટલાક લોકો નશામાં પાઇપલાઇન પર પોતાનો ગુસ્સો ઉતારવા આવતા હોવાને કારણે પાણીની પાઇપલાઇનનો તોડી નાખે છે. વારંવારની રજૂઆતો છતાં પાણીની પાઇપલાઇન રીપેર કરવામાં આવી નથી કે નવી નાખવામાં આવી નથી. ખાસ કરીને મહિલાઓ પાણીના લીધે ત્રસ્ત બનીને પોતાનો રોષ જાહેર કરે છે. ગ્રામ પંચાયત દ્વારા સત્વરે આ પાઇપલાઇન કર્યા બાદ તેનો પાઇપમાં કોન્ક્રીટનો સ્ટ્રક્ચર ઊભો કરી, પાઇપલાઇનને સુરક્ષિત બનાવી નળો મુકવા જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.