માગ:સુવિધા માટે એક્યુપ્રેશર પાર્ક તો બનાવ્યો, પરંતુ, જાળવણી ભૂલ્યા

વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળો ચાલી રહ્યો હોય ત્યારે લોકો અહીં ચાલવા આવે છે તે માટે જાળવણીની માગ

વ્યારા નગરપાલિકા દ્વારા ગાયત્રી મંદિરની પાછળ લાખો રૂપિયા ખર્ચીને એક્યુપ્રેશર પાર્ક બનાવ્યો છે. પરંતુ શાસકો અને અધિકારીઓની બેદરકારીના ભોગે, જાળવણી કરાવવામાં નિષ્કાળજી રાખતા એક્યુપ્રેશર પાર્કના વિવિધ ભાગો બિન ઉપયોગી બની રહ્યા છે, ત્યારે નગરપાલિકા શિયાળાની ઋતુ હોય, સવાર સાંજ નગરજનો આ પાર્કની અંદર ચાલવા આવતા હોય ત્યારે તેની જાળવણી કરે એવી માંગ ઉઠવા પામી છે.

ગત એક વર્ષ પહેલા વ્યારા નગરજનો અને ખાસ રમતવીર ધ્યાનમાં રાખીને વ્યારા નગરપાલિકાએ ગાયત્રી મંદિર નજીક 44 લાખના ખર્ચે એક્યુપ્રેશર રોડનું આયોજન કર્યું હતું. જેમાં ગાયત્રી મંદિરની પાછળ સ્ટેશન તરફ જવાના રસ્તા પર એક પટ્ટો પેવર બ્લોક, એક પટ્ટો ઘાસ એક પટ્ટો ગ્રાવલ અને ચાલવા માટે પાણી ભરેલો માર્ગ તેમજ ઓક્સિજન છોડનું વાવેતર કરી સુંદર કામગીરી કરી હતી.

પણ નગરપાલિકાએ સુવિધાની કામગીરી કર્યા બાદ જાણે એક્યુપ્રેશર પાક બન્યુ હોય, એમ ભૂલી જતા એક્યુપ્રેશર પાર્ક જાળવણીના અભાવે ધીમે ધીમે જજરીત બની રહ્યો છે. ઝાડીજાખરાનો પણ સામ્રાજ્ય થઈ જતા સવાર સાંજ વ્યારા નગરજનો ચાલવા આવે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...