કામગીરી:કોંગ્રેસની જીત માટે કાર્યકર્તાએ બૂથ સ્તરે કામ કરવાની જરૂર

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનગઢમાં પ્રભારીની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસની કારોબારી

સોનગઢ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક સીનીયર સિટીઝન હૉલ,સોનગઢ ખાતે મળી હતી.જેમાં ઉપસ્થિત પક્ષ ના દક્ષિણ ગુજરાત પ્રભારી બી એમ સંદીપે સંગઠન પર ભાર મૂકી કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીને જીત અપાવવા માટે બૂથ સ્તર પર કામ કરવા અનુરોધ કર્યો હતો.

કારોબારી બેઠકની શરૂઆતમાં નગરના પીઢ કોંગ્રેસી અગ્રણી ગુલામભાઇ પટેલના અવસાન નિમિત્તે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આદિવાસી સમાજના મસીહા ગણાતાં વીર બીરસા મુંડાજીની પુણ્યતિથિ એ તેમને યાદ કરી સંદીપે જણાવ્યું કે આજે આદિવાસી સમાજની સ્થિતિ દયનીય બની રહી છે.

રિવર લિંક પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન અને વેદાંતા ઝીંક પ્રોજેક્ટ જેવી યોજના ઓ માત્રને માત્ર આદિવાસી વિસ્તારોમાં શરૂ કરી સરકાર દ્વારા આદિવાસીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આ પ્રસંગે ઉપસ્થિત માજી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

ખેડૂતોના ખિસ્સામાંથી બિયારણ, ખાતર અને દવાના ભાવ વધારી મોટી રકમ સરકાર દ્વારા પડાવી લેવામાં આવી છે ત્યારે ખેડૂતોના ખાતાંમાં માત્ર રૂપિયા 6000ની નાખી બીજેપી સરકાર તેમને છેતરી રહી છે. તેમણે રાજ્યમાં તલાટીની માત્ર 3400 જગ્યા માટે અંદાજે 17 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી એનો હવાલો આપી જણાવ્યું કે રાજ્યમાં લાખો શિક્ષિત યુવકોને રોજગારી નથી મળતી.

અન્ય સમાચારો પણ છે...