અકસ્માતે જીવ લીધો:વ્યારાના બોરખડી ગામે 2 બાઈક વચ્ચે અકસ્માત, બંને બાઈક ચાલકના સ્થળ ઉપર જ મોત નિપજ્યા

તાપી (વ્યારા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી

વ્યારાના બોરખડી ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક ચાલકના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના કોલી ગામના તળાવ ફળીયામાં રહેતા અરવિંદભાઈ ચુનીલાલ ચૌધરી (ઉ.વ.52) ના તા.26મી જુલાઈ 2022 ના રોજ બાઈક નંબર GJ-19-K-3271 લઇને બોરખડી ખાતે આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન બોરખડી ગામના દાદરી ફળિયા રોડ ઉપર સામેથી આવતી એક બાઈક નંબર GJ-26-H-9504નો ચાલક અનીલભાઈ વિનોદભાઇ ચૌધરી, બોરખડી ગામ દરી ફળિયું-વ્યારા પુરઝડપે અને બેક઼ીકરાઈથી ચલાવી લઇ આવી અરવિંદભાઇ ચૌધરીની બાઇકને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે મૃતક અરવિંદભાઇ ચૌધરીનું પુત્ર પરેશભાઇ અરવિંદભાઈ ચૌધરીની કરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...