અકસ્માત:ચિતપુર પાસે વાહને અડફેટમાં લેતા મોપેડચાલક યુવકનું મોત

વ્યારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે પરત ફરી રહેલો ચિતપુર ગામનો યુવક ભોગ બન્યો

તાપી જિલ્લા માં ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામની સીમમાં પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મોપેડ ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના ચિત્તપુર ગામે ટાંકી ફળિયાનાં જગદીશભાઇ જાહગુભાઇ વસાવા (ઉ.વ.૨૬)નાઓ ડીઓ મોપેડ નં.GJ-26- S-4130 લઈ તા.૯/૧૨/૨૦૨૨ના રોજ પોતાના ઘરે આવતાં હતાં તે સમયે રાત્રિના ૯ થી બીજાં દિવસે તા.૧૦/૧૨/૨૦૨૨ ના રોજ મધ્ય રાત્રીના ૨ વાગ્યા દરમ્યાન ઉચ્છલ થી નિઝર તરફ આવતા રોડ પર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે હંકારી મોપેડને ટક્કર મારી હતી.

મોપેડ ચાલક જગદીશ વસાવા નાં માથાના ભાગે મુઢ માર વાગતા તેમજ કપાળના ભાગે, જમણા તથા ડાબા હાથે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી, બંન્ને પગ સાથળના ભાગેથી ફેકચર થયું હતું. શરીરે ગંભીર ઇજાઓ પણ થતાં સ્થળ પર મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...