• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • A Young Man Was Killed And Two Others, Including A Woman, Were Injured When A Bike Fell Asleep While Returning From A Wedding

અકસ્માત:લગ્નમાંથી પરત ફરતી વેળા બાઇક સ્લીપ થતાં યુવકનું મોત, મહિલા સહિત 2ને ઇજા

વ્યારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના કપુરા પાસે અકસ્માત

વ્યારા તાલુકાના ઉનાઇ રોડ પર કપુરા ગામની સીમમાં નહેર પાસે લગ્ન માંથી રાત્રે પરત ઘરે ત્રણ સવારી જતી બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ભાનાવાડી ગામે કંસારીયા ફળિયામાં રહેતો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જયારે પાછળ બેઠલ એક મહિલા અને યુવકને વધતી ઓછી ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.આ બનાવ અંગે મોટરસાયકલ ચાલક યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ગત તા.01/05/22 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યેના સમયે અમીત શાંતિલાલ ગામીત હોન્ડા યુનીકોર્ન મો.સા. નં. GJ 26 R 8862 લઇ દક્ષાબેન તથા વિરલ સાથે ભાનાવાડીથી બામણામદુર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. વિરલ ઉકાજી ગામીત પોતાની માસીનો દિકરો અમીત તથા માસી દક્ષાબેન સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રીના એકાદ વાગ્યેના બામણામાળદુરથી નીકળી ઉનાઇ વ્યારા રોડ થઇને ઘરે આવતા હતા.

તે વખતે આશરે દોઢેક વાગ્યેના સમયે વ્યારા તાલુકા ના કપુરા ગામની સીમમાં આવેલ નહેર પાસે પસાર થતી વેળા એ મોટરસાયકલ સ્લીપ થતા મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં વિરલનાં માથાના પાછળના ભાગે જ્યારે માસીનો દિકરો અમીત તથા માસી દક્ષાબેનને શરીરે ઇજા થઇ હતી. ત્રણેય 108 મારફતે સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. વિરલ ગામીત ની હાલત ગંભીર હોય સુરત સીવીલ રીફર કરવામાં આવ્યો હતો. તબીયત વધુ બગડતા વધુ સારવાર માટે સુરત મીશન હોસ્પીટલ ખાતે દાખલ કર્યા હતા.

જયાં ત્રણેક દિવસ સુધી સારવાર ચાલી હતી, પણ તબીયતમાં સુધારો ન થતા તા.04/05/22ના રોજ સાંજના સાતેક વાગ્યેના સુમારે વ્યારા જનરલ હોસ્પીટલ પરત લઇ આવી સારવાર માટે દાખલ કર્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન તા.5 ના રોજ મોત નિપજ્યુ હતુ. જેથી ચાલક અમીત શાંતીલાલ ગામીત રહે. ભાનાવાડી ગામ કંસારીયો ફળીયુ તા.વ્યારા જી. તાપી વિરૂધ્ધમાં પોલિસે ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...