​​​​​​​અકસ્માત:ઝાખરી ગામે ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઇક અથડાતા યુવકનું મોત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકાના ઝાંખરી ગામ તરફ જતા રોડ ઉપર ડોલારા ગામે ડુંગરી ફળીયામાં પાર્ક ટ્રેક્ટર સાથે બાઇક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું, જ્યારે બે મહિલાઓ ઘવાઇ હતી.ડોલારાથી ઝાંખરી ગામ તરફ જતાં રોડ ઉપર 6/9/2022ના રોજ સવારે ટ્રેક્ટર નં. (GJ 26 N 6421), ટ્રોલી રજી નં.(G.J 26 T 5338)ના ચાલકે રસ્તા પર ટ્રેક્ટર ઉભુ રાખી સુચક ચિન્હો મુક્યાં ન હતા. તે અરસામાં બાઇક નં. (GJ 26 F 7146) ઉપર પેરવડથી વ્યારા તરફ આવતા સુરેશભાઇ બાબુભાઇ ગામીત (42) અને તેમની સાથે સંગીતાબેન ગામીત, સંજનાબેન ગામીત (ત્રણેય રહે. પેરવડ ગામ, નિચલુ ફળીયુંની બાઇક રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.

અકસ્માતમાં ત્રણેય રોડ ઉપર ફેંકાયાં હતાં. જેમાં બાઇકચાલક સુરેશભાઇ ગામીતને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે સંગીતાબેન ગામીત, સંજનાબેન ગામીતને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...