વ્યારા વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને બાતમી મળી હતી કે એક ટવેરામાં સાગી લાકડાની હેરાફેરી થઈ રહી છે જેને લઈને ટવેરાની અંદર તપાસ કરવા જતા મહિલાને બેઠેલા બે વ્યક્તિઓ દ્વારા અપહરણ કરી લેવાયું હતું અને તેમને ચોરવાડ પાટીયા પાસે ઉતારી દેવાયા હતા અને ફરાર થઈ ગયા હતા. વન વિભાગની મહિલા દ્વારા તાત્કાલિક આ બાબતે અધિકારીઓને જાણ કરી હતી અને કાકરાપાર પોલીસ મથકે ટવેરા ચાલક વિરુદ્ધ અપહરણ સહિત સરકારી કામમાં અડચણની ફરિયાદ નોંધાવી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારાનાં તાડકુવાગામની સીમમાં આવેલ શ્રીજી ટ્રેક્ટર શો રૂમનાં કમ્પાઉન્ડમાં વજન કાંટા પર ઇમારતી લાકડાં ભરેલ ટાવેરા આવવાની છે. તેવી માહિતી મળતા તા. 10.1.23નાં રોજ રાત્રીનાં 9 વાગ્યાનાં અરસામાં 25 વર્ષીય મહિલા બીટગાર્ડ સ્વેતલબેન સુર્યકુમાર ગામીત (રહે. પાનવાડી, વ્યારા મુળ : રાવજીબુંદા, તા.ઉચ્છલ, ) ખાનગી ડ્રેસમાં મોપેડ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. તે સમય ટાવેરા ( GJ-15-BB-2019) માં સાગના લાકડા ભરી તેની હેરાફેરી કરતા બે લાકડાચોરોને આ મહિલા બિટગાર્ડએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
સાગી લાકડા ભરેલ ટાવેરામાં અંદર મોબાઇલ ટોર્ચ વડે આ લાકડાની ગણતરી કે અન્ય કોઇ તપાસ કરે તે પહેલા લાકડાચોરે તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો હતો. આ મહિલા બીટગાર્ડને ગાડીની અંદર બંધ કરી આ લાકડાચોરો બળજબરી તેનું અપહરણ કરી ગયા હતા.
જોકે, આ મહિલા કર્મચારીને ચોરવાડ પાટિયા પાસે ધક્કો મારી ઉતારી હતી. આ બીટગાર્ડે બનાવની પોતાનાં આરએફઓ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જોકે અહીં ઘટના બાદ વન વિભાગનાં કર્મચારીઓ આ મહિલા બીટગાર્ડ પાસે દોડી આવ્યા હતા.જે બાદ કાકરાપાર પોલીસ મથકે આ બન્ને લાકડા ચોરો વિરૂધ્ધ સરકારી કામમાં રૂકાવટની સાથેઅપહરણ અંગેનો ગુન્હો નોંધાવ્યો છે.
આવા દેખાતા હતા અપહરણકર્તા
જે કારમાં મહિલા વનકર્મીનું અપહરણ થતું તે ટાવેરાના ચાલકે કાળા કલરનું જેકેટ મજબૂત બાંધાનો હોવાનું તેમજ તેની ઉંચાઇ આશરે 5*7 ફુટ તથા ઉંમર 35થી 40વર્ષ, અન્ય એક ઇશમે ક્રીમ કલરનું લાંબી બાય નુંશર્ટ પહેરેલ હતુ. ઉંચાઇ5*5 ફુટ, ઉંમર 20થી 25 વર્ષનો હતો, જેનાં માથા ઉપર વાળ ટુંકા અને કાળા હતા.
એક સફેદ કલરની ટાવેરા ગાડી નં. GJ-15-BB-2019 નો ચાલક તથા તેની બાજુની સીટ પર બેસેલ અજાણ્યો ઇસમને આ ગુન્હામાં વોન્ટેડ જાહેર કરી પોલીસે તેઓને સળિયા પાછળ ઢકેલવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.