કોણ કોને આપશે ટક્કર?:તાપી જિલ્લાની બે બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, વ્યારામાં કોંગ્રેસના પુનાજી ગામીત અને ભાજપના મોહન કોકણી વચ્ચે જંગ જામશે

તાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે તાપી જિલ્લાની બે બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.
તાપી જિલ્લાની વ્યારા બેઠક પરથી ભાજપમાંથી મોહન કોકણી, કોંગ્રેસમાંથી પુનાજી ગામીત જ્યારે આપમાંથી બિપિન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરમાં પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. કૉંગ્રેસ દ્વારા ફરી વખત પુનાજી ગામીતને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મોહન કોકણીને ભાજપે મેદાને ઉતારી દેતા આ વખતે બન્ને પક્ષો વચ્ચે રસાકસીની જંગ રહેશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી તાપી જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...