ગુરૂવાણી:‘મારો એક દીવો એવો, જેણે આખી દુનિયામાં પ્રકાશ ફેલાવ્યો’, વડાપ્રધાનને બાળપણમાં શિક્ષણ આપનારા જગદીશભાઇ નાયક સાથે વિશેષ મુલાકાત

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીએમ મોદીના શિક્ષક જગદીશભાઈ નાયક સાથે થયેલી મુલાકાતમાં વિવિધ સ્મરણો યાદ કર્યા. - Divya Bhaskar
પીએમ મોદીના શિક્ષક જગદીશભાઈ નાયક સાથે થયેલી મુલાકાતમાં વિવિધ સ્મરણો યાદ કર્યા.
  • 1957થી 60ની વચ્ચે વડાપ્રધાનને વડનગરની શાળામાં ભણાવ્યા હતા

ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતના નવસારી તાલુકા ના ખુડવેલ ખાતે આવ્યા હતા.તે દરમ્યાન તેમણે તેમના ગામ વડનગરની પ્રાથમિક શાળાના જેમના હાથે અભ્યાસ લીધો હતો એવા શિક્ષક જગદીશભાઈ નાયકને મળી નવસારી ખાતે આર્શીવચનો લીધા હતા. આ પ્રસંગે શિક્ષક જગદીશભાઈ જણાવ્યું કે મારો એક દીવો એવો તૈયાર થયો કે આખી દુનિયામાં પ્રકાશ ફેલાવ્યો એનો મને વિશેષ આનંદ છે.

નવસારી ખાતે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાની સ્કૂલના શિક્ષક સાથે મુલાકાત લીધી હતી.અને પીએમ દ્વારા ગુરુ મળતા સાથે બે હાથ જોડી વંદન કર્યા બીજી તરફ ભાવ વિભોર બનેલા શિક્ષક એ બે હાથ માથા પર મૂકી આશીર્વાદ આપ્યા હતા. ગુરુ અને શિષ્યનું અદભુત મિલનની તસવીર સોશિયલ મીડિયા વહેતી થઈ હતી.પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ શિક્ષક જગદીશભાઈ નાયક સાથે થયેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે નવસારીમાં શિષ્ય નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાતને શબ્દોથી વર્ણવી શકાય એમ નથી. નરેન્દ્ર મોદી આજે પીએમ બન્યા છે. તેમ છતાં એમનામાં કોઈ પણ જાતના અહંમ નથી.

પીએમના જન્મ સ્થળ એવા વડનગરની પ્રાથમિક સ્કૂલમાં અંદાજે 1957થી 60ની વચ્ચે અભ્યાસ કર્યો હતો. વડનગર પ્રાથમિક શાળામાં નરેન્દ્ર મોદી પ્રાઈમરી વિભાગમાં શિક્ષણ લેવા માટે આવ્યા હતા. તેઓ શિક્ષણ લેવા માટે તેમના પિતા અથવા મોટા બહેન સાથે શાળાએ અવરજવર કરતા હતા. મુલાકાત દરમિયાન વડાપ્રધાનના બાળપણના ગુરૂએ ભાવવિભોર થઇ જણાવ્યું હતું કે, મારો એક દીવો એવો તૈયાર થયો કે આખી દુનિયામાં પ્રકાશ ફેલાવ્યો એનો મને વિશેષ આનંદ છે. હાલ જગદીશભાઈ નાયકની ઉંમર 88 વર્ષ હોય જેથી એમની સાથે વધુ વાતચીત શક્ય ન બનતા શાળા અંગેના વધુ અનુભવો જણાવી શકયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...