રાહત શ્વાસ લીધો:વ્યારામાં તળાવનું જળસ્તર વધતા ખાલી કરવા અડધો ફૂટ દરવાજો ખોલી દેવાયો

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગર ખાતે આવેલા શ્રીરામ અને જલવાટિકાના તળાવમાં છેલ્લા ચાર દિવસથી આવેલા ભારે વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થયો છે. હાલ તળાવ 17 ફૂટની પાસે ભરાઈ ગયું હતું. જેને લઇને તળાવની આજુબાજુમાં આવેલી ત્રણ જેટલી સોસાયટીમાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ હતી. જેને લઈને ગુરુવારે વ્યારા પાલિકાના તળાવના ગેટના દરવાજા અડધા ફૂટ ખોલી દઈ પાણીનો લેવલ ઓછું કરી દેતા આજુબાજુમાં રહેતા રહીશો પર તળાવના પાણીનો સંકટ ઓછું થઈ જતા રાહત શ્વાસ લીધો હતો.

વ્યારા પંથકમા ભારે વરસાદ અને આવનારા દિવસોમા પણ ભારે વરસાદની આગાહી હોય જેને લઇ વ્યારા પાલિકા સક્રિય બની ગયું છે. વ્યારા નગરમા આવેલ રામ તળાવ અને મોટુ જળવાટીકા તળાવ 15 ફુટ સુધી ભરાતા નીચાણ અને તળાવની આજુ બાજુના વિસ્તાર દત્તકૃપા સોસાયટી, દત્તનગર અને ગાયત્રી મંદીર પાછળના વિસ્તારમા પાણી ભરવાનુ ચાલુ ચાલુ થયું હતું પરિસ્થિત વધુ ન વકરે એ માટે બાગ અને સામાજીક વનીકરણ સમિતીના ચેરપર્શન નિમિષાબેન તરસાડીયા અને વોર્ડ નં.2 ના સભ્ય અને દંડક સંજયભાઇ સોનીની સૂચનાથી નગરના મધ્યમાં આવેલ મોટા તળાવનો સ્ટેશન તરફનો ગેટ અડધો ફૂટ ખોલાવડાવી તળાવમાંથી પાણી છોડવા અંગે નિર્ણય કરી પાણીનો તળાવને 15 ફૂટ સપાટી જવાબદારી પૂર્વકની ફરજ બજાવી હતી. સાથે વ્યારા તળાવ પર સંજયભાઈ સોની, મૃણાલભાઈ સહિત આગેવાનો જાતે ગેટ પર જઇ અડધો ફૂટ ગેટ ખોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...