તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના મુખ્ય મથકે ડોલવણ ખાંડસરીના દરવાજા પાસે એક ટુ વ્હીલર ડિસ્કવરના બાઈક ચાલકે પ્રેશન પ્રો બાઇકને ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર બાદ જીઇબીના એક કમૅચારીનું મોત નિપજતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સન્મુખભાઈ નુરજી ભાઈ ગામીત, ઉંમર વર્ષ 31 રહેવાસી સરવૈયા વડ ફળિયામાં વ્યારા જી.તાપીનાઓ જીઈબીમાં નોકરી કરે છે. તારીખ 10.12.2022ના રોજ રાત્રિના સમયે જમવા માટે પાઠક વાડી હોટલ પર ગયા હતા.
એ સમયે જમીને પોતાની ફરજ પર પરત આવી રહ્યા હતા તે સમયે વ્યારા ઉનાઈ જતાં માગૅ ઉપર ખાંડસરીના દરવાજા નજીક ડીસ્કવર બાઈક GJ.19. K .5234ના ચાલકે પૂર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી લાવતા એ સમયે એમની પેશન પ્રો ગાડી નંબર GJ.26 .E 1044ને ટક્કર મારતા પરથી બાઈક પરથી સન્મુખભાઈ દુર ફેકાઈ ગયા હતા.
રાત્રિના સમયે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પગના ભાગે, ઘૂંટણના ભાગે, માથાના વાગે અને કપાળના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થતાં કોઈ વ્યક્તિએ 108ની સેવાને જાણ કરતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને એમને વધુ સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા એમનું મરણ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.