24*7 ફરિયાદ:પ્રલોભનો અંગે ફરિયાદ માટે 24 કલાક ટોલ-ફ્રી નંબર કાર્યરત

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો નંબર 18002331005 ઉપર ફરિયાદ કરી શકશે

તાપી જિલ્લામાં ચૂંટણી ની તૈયારીઓ ચાલી રહી છે જે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી કોઇપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર થશે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતને અટકાવવા માટે 24 / 7 ટોલ ફ્રી નંબર જાહેર કરી દેવાયો છે જેથી આ નંબર પર ફરિયાદ કરી શકાશે.

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં તા.01/12/2022નાં રોજ મતદાન થનાર છે.જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી કોઇપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-171-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર છે.

વધુમાં, કોઇપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઇપણ વ્યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-171-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઇંગ સ્કવોડ ઉભી કરવામાં આવી છે.

આથી તમામ નાગરિકોને કોઇપણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઇપણ વ્યક્તિને લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇપણ પ્રકારની જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ નોંધવવા માટે તાપી જિલ્લામાં 24*7 ફરિયાદ દેખરેખ-નિયંત્રણ એકમનાં ટોલ-ફ્રી નંબર 11800-233-1005 પર જાણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ જાણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...