માંગરોળ તાલુકાના વાંકલ ગામની એનડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 12 માં અભ્યાસ કરતી અને સરકારી કન્યા છાત્રાલય વાંકલ ખાતે રહેતી 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી હતી. મહિમાકુમારી પ્રવીણભાઈ ચૌધરી ઉંમર વર્ષ 17 મૂળ રહે અરેઠ ગામ તાલુકો માંડવી જિલ્લો સુરત ની વતની હતી અને હાલ વાંકલ ગામે આવેલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી
આ યુવતી વાંકલ ગામે આવેલ સરકારી કન્યા છાત્રાલય લઈ રૂમ નંબર 7 માં રહેતી હતી આજે તેં બીમાર હોવાથી તેણે સ્કૂલની રજા પાડી પોતાના રૂમમાં જ રોકાઈ હતી અને બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મહિમા કુમારીએ રૂમ બહાર લગાવેલ ગ્રીલ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ છાત્રાલયના જવાબદારોએ માંગરોળ પોલીસને કરવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવતી ના મૃત દેહનો કબજો લઈ પી એમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ મહિમાકુમારી પરીક્ષાનું નબળું પરિણામથી નિરાશ હતી અને તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે આગળની પોલીસ તપાસમા આત્મહત્યાનુ ખરું કારણ બહાર આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.