પરિણામ:તાપી જિલ્લાનું 87.16 ટકા પરિણામ

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું હતું જેમાં તાપી જિલ્લામાં 87.16 ટકા આવ્યું હતું થોડા દિવસ પહેલા 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યા બાદ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને ઉ.ઉ.બુ પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. પરિણામ ઇન્ટરનેટ પર મૂકાઈ જતા વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે પોતાના પરિણામો જોઈ લીધા હતા જે બાદ જે શાળાઓમાં જઈ પોતાના પરિણામો પત્રક મેળવ્યા હતા. તાપી જિલ્લામાં ધોરણ-12નું કુલ-87.16 ટકા પરિણામ આવ્યું છે.

જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે વસાવા જયદિપભાઇ રાકેશભાઇ કુલ-700ગુણમાંથી 642 ગુણ સાથે 91.71ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરનો વિદ્યાર્થી, બીજા ક્રમે વસાવા રાધિકાબેન મારગ્યાભાઇ, કુલ-700 ગુણમાંથી 635 ગુણ સાથે 90.91 ટકા, કન્યા સાક્ષરતા નિવાસી શાળા, બાબરધાટ-1, ઉચ્છલની વિદ્યાર્થીની તથા ત્રીજા ક્રમે વળવી મોનિકાબેન દિનેશભાઇ, કુલ-700ગુણમાંથી 632ગુણ સાથે90.28ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરને વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે.

તાપી જિલ્લામાં કુલ- 3278 વિદ્યાર્થીઓ પૈકી 03240 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ગ્રેડ અનુસાર જોઇએ તો, એ-1 ગ્રેડમાં 03 વિદ્યાર્થીઓ, એ-2માં 141 બી-1માં 524, બી-2માં 919, સી-1માં 851, સી-2માં 352 ડી-માં 33, ઇ-1માં 01 અને કુલ-454 વિદ્યાર્થીઓ નાપાસ થતા જિલ્લાનું કુલ-87.16 ટકા પરીણામ જાહેર થયુ છે. આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્યા હતા.

સરસ્વતી કન્યા વિદ્યાલય અંબાચનું 100 ટકા પરિણામ
અંબાચ ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય અંબાચ શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા જાહેર થયું છે, સમગ્ર તાપી જિલ્લાનું 87.16 ટકા પરિણામની સામે અંબાચ ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય અંબાચનું પરિણામ સંતોષકારક રહ્યું છે.

જેમાં શાળાના વિદ્યાર્થીની ગામીત નિધિકુમારી પ્રદીપભાઈ 86.00 ટકા સાથે પ્રથમ ક્રમે, માધુરીબેન દિલીપભાઈ પટેલ 82.57 ટકા સાથે દ્રિતીય ક્રમે તથા ગામીત એલિશા કુમારી કસ્તુરભાઈના 81.14 ટકા સાથે તૃતીય ક્રમે આવ્યા છે, અંબાચ ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય અંબાચના શાળાના 44 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થતા 100 ટકા પરિણામ આવ્યું છે. શાળાનું પરિણામ સારું આવતા તથા પ્રથમ, દ્રિતીય તથા તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને આચાર્ય, અંબાચ ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલય અંબાચના પ્રમુખ,મંત્રી અને શિક્ષકગણ અને ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...