મન્ડે પોઝિટિવ:6 વીંઘાના તળાવનું 2 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થતાં બુહારી બનશે ફરવાલાયક સ્થળ, મળશે આસપાસના 30 ગામોને લાભ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તળાવની ફરતે વિવિધ સુવિધાથી એક આગવી ઓળખ ઉભી થશે. - Divya Bhaskar
તળાવની ફરતે વિવિધ સુવિધાથી એક આગવી ઓળખ ઉભી થશે.
  • મહાનગરોની માફક હવે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોના મનોરંજન માટે વિવિધ આયોજનો શરૂ

​​​​​વાલોડ તાલુકામાં આવેલ બુહારી ગ્રામજનોને વિવિધ સુવિધા આપવાના પગલે પંથકમાં નામના મેળવી રહ્યું છે. તાજેતરમાં ગામમાં આવેલ 6 વીંઘાના તળાવમાં અંદાજીત 2 કરોડના ખર્ચે બ્યુટીફીકેસનનું કામ કરવામાં આવશે. આ વિકાસલક્ષી કામને લઈને બુહારી ગામની એક આગવી ઓળખ થશે. તળાવનું અદ્યતન વિકાસનું કામથી આજુબાજુના 30થી વધુ ગામના લોકોને ફરવાનું એક વધુ સ્થળ મળવાની સાથેપીવાના પાણીની સુવિધા પણ વધશે.

તાપી જિલ્લાના બુહારી ગામમાં વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. અંદાજીત 7000 જેટલી વસ્તી ધરાવતા બુહારી ગામમાં ગ્રામ પંચાયતના શાસકોની આગવી સુઝુબુઝના કારણે અનેક સુવિધા ઉભી કરી બુહારીના વાઇફાઇ, 150 સીસીટીવી કેમેરા , ઓનલાઈન ફરિયાદ નિવારણ, સૌ ઉર્જા સંચાલિત પંચાયત ભવન , રેઇન વોટર હારવેસ્ટિંગ, ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી યોજના ઘરે બેઠા પહોંચે છે. તાજેતરમાં બુહારીના ગ્રામ પંચાયતના સત્તાધીશો અને આગેવાનોએ બુહારીનું 6 વીઘામાં આવેલું તળાવ ડેવલોપિંગ થાય એ, માટે તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

કલેકટર દ્વારા પ્રવાસન ધામમાં રજુઆત કરતા ગુજરાત સરકાર હસ્તક પ્રવાસની ગાંટ હેઠળ બુહારીના તળાવને બ્યુટીફીકેસન માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. બુહારી ગામના તળાવમાં વોકવે ,રંગ બેરંગી,લાઇટિંગ, રમત-ગમતના સાધનો, કસરતના સાધનો,બેસવા માટેના સ્થળો સહિતની સુવિધા વધારવામાં આવશે. બુહારી સહિત આજુબાજુના 30 થી વધુ ગામો માટે આ તળાવ મનોરંજન માટે ઉપયોગી બનશે. વધુમાં પીવાના પાણીના જળ સ્ત્રોત પણ વધારો થશે.

સ્માર્ટ વિલેજ બુહારીના તળાવમાં હશે આ સુવિધા
તળાવમાં 600 મિટર લંબાઈ અને 6 મીટર પોહળો વોકવે બનાવવામાં આવશે. ઉપરાંત નાના બાળકો માટે 12 જેટલા રમવાના સાધનો તેમજ યુવાઓ માટે વિવિધ કસરત ના સાધનો મૂકવામાં આવશે.વડીલો માટે લાઈબ્રેરી,રાતે રંગબેરંગી લાઈટ, બેસવા માટે બાંકડાઓ, પાર્કિંગ, શૌચાલય સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.

તાજેતરમાં જ બુહારીને મળ્યું ISO સર્ટી.
વિશ્વના 175 દેશોમાં ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા ધરાવનારી સંસ્થા, કંપની વિગેરે એકમોને ISO સર્ટિફિકેટ એનાયત થતું હોય છે. ત્યારે તાજેતરમાં બુહારી પંચાયતે પણ ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા તેમજ સ્ટાન્ડર્ડ મેઈન્ટેઈન કરી ISO પ્રાપ્ત કર્યુ છે.

ગામમાં આ સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ
બુહારી ગામમાં સીસીટીવી કેમેરા, ફ્રી-વાઈફાઈ સહિત, ઓનલાઈન ફરિયાદ નિવારણ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, તેમજ સરકારની તમામ યોજનાનું ઘરે બેઠા નાગરિકોને લાભ અપાવવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. તદઉપરાંત બુહારી પંચાયતનું ભવન પણ સૌર ઉર્જાથી સંચાલિત અને ઈકો-ફેન્ડલી છે.

તળાવની કામગીરી પુરજોશમાં શરૂ
બુહારી ગ્રામ પંચાયતમાં હાલ બે કરોડના ખર્ચે આધુનિક સુવિધા ધરાવતું તળાવનું કામગીરી પુરજોશમાં હાથ ધરી દેવાઇ છે. નાના બાળકોથી લઇ વડીલો સુધી તમામને અનુકૂળ થાય એ રીતે તળાવમાં સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે. - સૂરજ દેસાઈ, ઉપસરપંચ બુહારી

અન્ય સમાચારો પણ છે...