LCBની કાર્યવાહી:કઠોદરા ફાર્મ હાઉસમાં તીનપત્તીનો જુગાર રમતા સુરતના 6 ઝડપાયા

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મ હાઉસની દેખરેખ રાખનાર જ માણસો બોલાવી જુગાર રમાડતો હતો

કઠોદરાનાં સિતારામ ફામૅ હાઉસમાં ધમધમતા જુગારધામ પર એલસીબી પોલીસની રેડ તીનપતીનો જુગાર રમતા 11 પકડાયાસુરત ગામ્ય એલસીબી પોલીસે રેડ કરી 221470 રોકડા 11 નંગ મોબાઇલ કિં. 47500, પાંચ મોટર સાયકલ તથા એક ફોર વ્હીલ કિં 4.25 લાખ રુ મળી કુલ 6.93 લાખ રૂપિયાનોં જુગાર પકડી 11 જુગારિઓની અટક કરી હતી.

કઠોદરા ગામે આવેલ સિતારામ ફામઁ (રાણા)માં દેખરેખ રાખનાર દારાસીંગ નાનુભાઇ પાડવી બહારથી માણસો બોલાવી પોતાનાં કબ્જાનાંં મકાન પહેલાં માળે નાલ પર જુગાર રમી રમાડતો હોવાની બાતમી મળતા તા 9 જુલાઈની રાત્રે 8.30 કલાકેે રેડ કરતાં તીન પત્તીનો જુગાર રમતાં 11 જુગારીઓનેે ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓ પાસેથી દાવ પરનાંં 11470 રૂપિયા અંગ ઝડતીનાં 21000 તથા 11નંગ મોબાઇલ 47500 તથા મોસા નંગ 5 કિં 1,25,000 તથા એક ફોર વ્હીલ કાર મળી કિં 3 લાખ રુ મળી કુલ 6,93,970 રૂપિયાનો જુગાર પકડી આરોપીઓની અટક કરી હતી.

પકડાયેલા જુગારીઓ

  • દારાસીંગ પાડવી
  • હિતેશ પટેલ
  • રાજુ પટેલ
  • મેહુલ બોદર
  • બિપીન પદમાણી
  • મહેશ વાદી
  • ચીંતન પટેલ
  • દિલીપ પટેલ
  • જીગ્નેશ ઘામેલિયા
  • હરેશ સાસપરા
  • દુલૅભ સાવલિયા.
અન્ય સમાચારો પણ છે...