પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ પ્રમાણે પહેલી જુલાઈથી દેશમાં પ્લાસ્ટિક ની આઈટમો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.જેના પગલે વ્યારા નગરપાલિકાના અધિકારીઓ મોડે મોડે જાગૃત થતા આજરોજ વ્યારા નગરમાં પ્લાસ્ટિક શોધવા નીકળ્યા હતા.ચેકીંગ દરમિયાન વ્યારા નગરમાંથી 48 કિલો પ્લાસ્ટિક ને જપ્ત કરવામાં આવ્યું હતું.તેમજ 2000 દંડ ફટકારવામાં આવ્યો હતો.વ્યારા નગરમાં ખુલ્લેઆમ 50 થી 75થી માઇક્રોન વધુ જાડાઈવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
વ્યારા નગરમાં પ્લાસ્ટિકની કોથળીઓનો વ્યાપક ઉપયોગ વધી રહેતા નગરમાં પ્લાસ્ટિકના બે રોકટોક ઉપયોગને અટકાવવા માટે આજ વ્યારા નગરપાલિકાના સેનેટરી કમ ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશભાઈ શેઠ તેમજ સબ સેનેટરી ઇસ્પેક્ટર સુરેશભાઈ રાણા,સુપરવાઇઝર સંજયભાઈ રાણા અને મલયભાઈ વ્યાસની ટીમ દ્વારા વ્યારા નગરમાં પ્રતિબંધ પ્લાસ્ટિક ની ચકાસણી ચાલુ કરી હતી.
જેમાં 20 થી વધુ દુકાનોમાં પ્લાસ્ટિક બાબતે ચેકિંગ કર્યું હતું.જ્યાં 48 કિલો જેટલું પ્રતિબંધ પ્લાસ્ટિક નો જથ્થો પાલિકા એ જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ કસુર વારોને 2,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.વ્યારા નગરપાલિકા દ્વારા આવનાર સમયમાં વિસ્તારમાં તમામ વિસ્તારો માં અવાર નગર ચેકિંગ કરે અને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો થાય એ દિશામાં કામ કરે એ ખૂબ જ જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.