મતદાન:વ્યારા બેઠકના 452 પોલીસ કર્મચારીઓએ મતદાન કર્યું

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન માટે નોંધાયા હતા

તાપી જિલ્લાની 171 વિધાનસભા મત ક્ષેત્ર વિસ્તારમાં મતદાનના દિવસે વિવિધ કર્મચારીઓ ફરજ બજાવવાની હોય જેને લઈને તેમના મત દાન માટે વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરાતી હોય છે જે અંતર્ગત વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા હતા. જે અંતર્ગત 452 જેટલા પોલીસ કર્મીઓએ વ્યારા ખાતે બેલેટ મતદાન કર્યું હતું.

તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિભાગો ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગમાં હોમગાર્ડ જીઆરડી સહિત રીવીટ કર્મચારીઓ પોતાના મોટા અધિકાર નો ઉપયોગ કરી શકે એ માટે સુવિધા ઉભી કરાઈ હતી.જેમાં વ્યારા વિધાનસભા માટે 3,601 કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન માટે નોંધાયા હતા.

જેમાં ગતરોજ પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર ચૂંટણી માં વિવિધ ફરજ કર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓએ મતદાન કરી દીધું હતું. જે શનિવારના રોજ જિલ્લા સેવા સદનના જિલ્લા પોલીસ કચેરી ખાતે પોલીસમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓના અને કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા કરાઈ હતી.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એસ નાયક એ જણાવ્યું હતું કે વ્યારા વિધાનસભા ના 452 પોલીસ કર્મચારીઓનું આજરોજ જિલ્લા કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું છે. જ્યારે 26 તારીખે સોનગઢના 460 પોલીસ કર્મીઓઅને 27 તારીખે નીઝર ના 375 પોલીસ કર્મચારીઓના નિર્ધારિત કરેલા સ્થળો પર પર પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તાપી જિલ્લામાં કુલ 1418 પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટ માટે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...