• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • 40,329 Persons Were Vaccinated Against Covid During The Covid Vaccination Campaign Held From 29th To 31st July 2022 In Tapi District.

કોવિડ વેક્સિનેશન ઝુંબેશ:તાપી જિલ્લામાં તા.29થી 31 જુલાઈ 2022 દરમિયાન યોજાયેલ કોવિડ વેક્સિનેશન મહાઝુંબેશમાં 40,329 વ્યક્તિઓનું કોવિડ વેક્સિનેશન થયું

તાપી (વ્યારા)12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ ડ્યુ લાભાર્થી તથા પ્રિકોશન ડોઝ ડ્યુ લાભાર્થીઓના વહેલી તકે વેક્સિનેશન થઈ જાય તે સુનિશ્ચિત કરવા “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” યોજવાનું નક્કી કરવામાં આવેલ હતુ. જે અન્વયે તા.29-07-2022 થી તા.31-07-2022 દરમિયાન કોવિડ વેક્સિનેશન મહા ઝૂંબેશનું આયોજન તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ.

આ મહાઝૂંબેશ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક અંતર્ગત ઘર ઘર ફરી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઝૂંબેશ દરમિયાન કૂલ- 40,329 લાભાર્થીઓને કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં 306 પ્રથમ ડોઝ, 1009 બીજો ડોઝ અને 39075 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં કોવિડ વેક્સિનેશન ઝૂંબેશને જાહેર જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...