ચૂંટણી 2022:વ્યારામાં 4 ફોર્મ વિતરણ જયારે નિઝરમાં 4 ઉમેદવારે 6 ફોર્મ ભર્યા

વ્યારા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિઝર બેઠક માટે આપના એક ઉમેદવારે ત્રણ અને કોંગ્રેસમાં 3 ઉમેદવારે ફોર્મ ભર્યા

તાપી જિલ્લામાં આવેલી વ્યારા અને નિઝરમાં વિવિધ પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ લેવાની શરૂઆત કરી છે. શુક્રવારે વ્યારા વિધાનસભાની બેઠક પર 4 ફોર્મમાં વિતરણ થયા હતા જ્યારે નિઝર બેઠક પર 6 ફોર્મ ભરાયા હતા. તાપી જિલ્લામાં ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ નિઝર સીટ ઉપર કુલ 4 ઉમેદવારોએ 6 ફોર્મ ભર્યા કર્યા હતા. વ્યારા સીટ ઉપર આજે 4 ફોર્મ વિતરણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટી ના એક ઉમેદવારના 2 ફોર્મ અને એક અપક્ષ ઉમેરવારના 2 ફોર્મ મળી કુલ 4 ફોર્મનું વિતરણ કરાયું હતું.

જ્યારે 172- નિઝર સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ સીંગા ભાઈ ગામીતે 3 ફોર્મ ભર્યા હતા. જયારે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પ્રવિણાબેન ગામીત, સુનિલભાઈ ગામીત અને ભીલાભાઈ ગામીતે એક એક ફોર્મ રજૂ કરતા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ તરફથી 3 ફોર્મ ભર્યા હતા. 171 –વ્યારા સીટ ઉપર એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. જ્યારે 172 – નિઝર સીટ ઉપર કુલ- 4 ઉમેદવારે 6 ફોર્મ ભર્યા હતા.

નિઝર બેઠક પર ખેંચતાણ બાદ કોંગ્રેસે હાલના ધારાસભ્ય રિપીટ કર્યા
નિઝર બેઠક માં સોનગઢ નગર અને તાલુકા ના અમુક ગામ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા ના ગામો છે. આ બેઠક પર ભાજપ દ્વારા જયરામભાઈ ગામીતને પોતાના ઉમેદવાર જાહેર કરાયા છે. ત્યારે કોંગ્રેસે પાર્ટીએ આ બેઠક પર પોતાના ધારાસભ્યને જ રિપીટ કર્યા છે. ધારાસભ્ય સુનિલભાઈ ગામીત ગત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારને કુલ 23129 મતની સરસાઈથી હરાવીને ચૂંટાયા હતાં. આ વેળાએ તેમની સામે કોંગ્રેસમાંથી સોનગઢ તા. પં.ના પ્રમુખ યુસુભભાઈ ગામિતે ટિકિટ માંગી હતી. આ બંને ઉમેદવાર વચ્ચે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી હતી પણ અંતે કોંગ્રેસ મોવડી મંડળે કોઈ જોખમ લેવાના બદલે પોતાના હાલના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતને ટિકિટ ફાળવી દીધી હતી. આદિવાસી સમાજ માટે અનામત ગણાતી આ બેઠક પર મૂળ કોંગ્રેસી અને સહકારી આગેવાન અરવિંદભાઈ ગામિતે આપ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા હવે આ બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...