કાર્યક્રમ:3403 લાખના ઇ-ખાતમુહૂર્ત, 1490 લાખના ઇ-લોકાર્પણ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા ના જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાજ્યકક્ષાના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રભારી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વાસથી વિકાસ યાત્રાના અંતિમ તબક્કાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે તાપી જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ થયું છે. જેના માટે અભિનંદન પાઠવતા વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકાર વનબંધુઓના ઉત્ત્થાન માટે હંમેશા કટીબધ્ધ છે.

કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યો આદિવાસી વિસ્તાર માટે ફાળવવામાં આવે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત થયેલા ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ છે. તેમણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે કરવામાં આવેલ સક્રિય પ્રયાસોની સરાહના કરી હતી. વધુમાં સખી મંડળની બહેનો કોઇ પણ કામ ખુબ જ સારી રીતે કરી શકે એમ વિશ્વાસ વ્યક્ત કરી વિવિધ કલાત્મક ચીજો, વાનગીઓ જેવી સ્ટોલ ચલાવવાની સાથે સાથે મીટર રીડીંગ જેવા પુરુષ સમો વડા કામો કરવા માટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉપરાંત મહિલાઓ પુરુષો કરતા પણ સારી રીતે કામો કરી શકે છે એમ જણાવ્યું હતું. સખી મંડળોને કેંન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકારે એટલુ પ્રોત્સાહન આપ્યું છે કે જેનાથી બહેનો પગભર બન્યા છે.

કલેક્ટર બી.આર.દવેએ સ્વાગત પ્રવચન કરતા આજના લોકાર્પણ અને ખાતમુહુર્ત અંગે સૌને અવગત કરતા જણાવ્યું હતું કે, આજે તાપી જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રાના પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગતનાં રૂ.120 લાખના કુલ-26 કામો, શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ.520 લાખના કુલ-3 કામો, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) અંતર્ગતના રૂ.1974 લાખના કુલ-4 કામો, પંચાયત વિભાગ અંતર્ગતના રૂ.142.60 લાખના કુલ-60 કામો, જિલ્લા આયોજન કચેરી અંતર્ગતના 3626.10 લાખના કુલ-291 કામો અને પંચાયત સિંચાઈ વિભાગના રૂ.21.00 લાખના કુલ-2 કામોનું ઈ-ખાતમુહૂર્ત સાથે એકંદરે તાપી જિલ્લા વિસ્તારમાં રૂ. 3403.70 લાખના કુલ 386 કામોના ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાપી જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીના અંતર્ગતનાં રૂ.70.00 લાખના કુલ-21 કામો, શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ.1197.00 લાખના કુલ-3 કામો, પંચાયત વિભાગ અંતર્ગતના રૂ.115.00 લાખના કુલ 41 કામો, જિલ્લા આયોજન કચેરી અંતર્ગતના રૂ.84.00 લાખના કુલ-38 કામો અને પંચાયત સિંચાઈ વિભાગ અંતર્ગતના રૂ. 25.00 લાખના કુલ-1 કામનું ઈ-લોકાર્પણ કરવાની સાથે તાપી જિલ્લામાં રૂ.1490.00 લાખના કુલ 104 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...