એજ્યુકેશન:તાપી જિલ્લામાં RTE હેઠળ 583 અરજી પૈકી 291 મંજૂર

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા રાઉન્ડમાં 30 પૈકી હાલ 17 વિદ્યાર્થીએ એડમિશન લીધું છે‎

તાપી જિલ્લા ખાતે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1 માં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. જેનો પેહલો રાઉન્ડ અને બીજા રાઉન્ડ માં કુલ 583 અરજીઓ આવી હતી.જેમાં 291 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો, જ્યારે અરજી કરનારા 292 વિધાર્થીઓ આરટીઈ યોજના હેઠળ પ્રવેશ મળ્યો નથી.

રાઈટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકો ને ધોરણ 1 માં પ્રવેશ આપવાની કામગીરી ચાલુ કરી દેવાય છે. તાપી જિલ્લામાં આરટીઇ માટે કુલ 291 વિધાર્થીઓ ના પ્રવેશ માટે મંજૂરી મળી હતી. જેમાં પેહલા રાઉન્ડમાં તાપી જિલ્લામાં 7 તાલુકામાંથી કુલ 743 વિધાર્થીઓના વાલીઓ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી દીધું હતુ. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા 583 વિધાર્થીઓની અરજી મંજુર થઈ હતી. જયારે 61 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. 99 અરજીઓ કેન્સલ થઈ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં 261 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. જ્યારે બીજા રાઉન્ડમાં 30 વિદ્યાર્થીઓ પ્રવેશ મળ્યો છે. બાકીના વિદ્યાર્થીઓએ હજુ વાટ જોવી પડશે.

તાપી જિલ્લા ખાતે 291 વિદ્યાર્થીઓને RTEના એડમિશન માટે મંજૂરી મળી
તાપી જિલ્લા ખાતે 291 બેઠક માટે કુલ 583 અરજીઓ ને મંજૂરી મળી હતી.જે પેકી હાલ 292 વિદ્યાર્થીઓ આરટીઈ યોજના હેઠળ પ્રવેશ મેળવી શક્યા ન હતા. તાપી જિલ્લા ખાતે r t e હેઠળ એડમિશન કામગીરી 23 તારીખ સુધી ચાલુ છે.હાલ પ્રથમ રાઉન્ડ 261 એડમિશન અને બીજા રાઉન્ડ 30 એડમિશન મળ્યા છે.જે પેકી બીજા રાઉન્ડ 17 એડમિશન લેવાય છે. હાલ તાપીના 291 વિદ્યાર્થીઓના એડમિશન મળ્યું છે. 292 વિદ્યાર્થીઓને એડમિશન મળેલ નથી. - જયેશભાઇ ચૌધરી, નાયબ શીક્ષણ અધિકારી પ્રાથમિક વિભાગ તાપી )

અન્ય સમાચારો પણ છે...