તસ્કરી:વ્યારાના તોરણ રેસિડેન્સીમાં રોકડા 1.50 લાખ સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અવાજથી નજીકના લોકો જાગી જતાં તસ્કરો ભાગ્યા, 5 તસ્કર ભાગતા દેખાયા

વ્યારા પંથકમાં તસ્કરોએ અવરનવાર ચોરી કરી ફરાર થઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. વ્યારા નગરની તોરણ રેસીડેન્સીમાં એક નિવૃત્ત કર્મચારીના બંધ ઘરમાં ઘૂસી સોના ચાંદી અને રોકડ 1.50 લાખ મળી કુલે 2.50 લાખ ના મુદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાનમાલિકે વ્યારા પોલીસમાં જાણ કરી હતી વ્યારા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગમાં વધારો કરવા છતાં તસ્કરો પોલીસને અવારનવાર ચોરી કરી પડકાર ફેંકી રહ્યા છે. વ્યારા નગરના તોરણ સોસાયટીમાં ઘર નંબર 241માં રહેતા નિવૃત કર્મચારી મોહનભાઇ પટેલના પત્નીની તબિયત ખરાબ રહેતી હોવાથી ઘરને બંધ કરીને સારવાર અર્થે બહારગામ ગયા હતા.

રાત્રી દરમિયાન પાછળ ખેતરના રસ્તે આવ્યા હતા. તસ્કરોએ ઘરમાં મુખ્ય દરવાજાના ઇન્ટરલોકને કોઈ તિક્ષણ સાધનથી તોડી અંદર પ્રવેશ કરીને કબાટનો તથા ઘરનો સમાન વેર વિખેર કરી દીધો હતો. કબાટમાં મુકેલા રોકડા રૂપિયા રૂ.1,50,000, સોનાની બુટ્ટી જોડી નંગ 4, ભગવાનની ચાંદીની મૂર્તિ નંગ 3 અને ચાંદીના ઝાંઝર નંગ 3 મળી રૂ. 2.50 લાખથી વધુની ચોરી કરી ગયા હતા. અવાજ આવતા નજીક રહેતા લોકો જાગી ગયા હતા. તેથી ચોર પણ ભાગ્યા હતા. સ્થાનિકોએ 5 જેટલા લોકોને ભાગતા પણ જોયા હતા. મોહનભાઇ પટેલને ચોરીની જાણ થતા પોલીસ મથકે ઘરફોડ ચોરીની કાયર્વાહી કરવા અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...