વ્યારા નગરમાંથી પસાર વ્યારા- તરસાડા રોડ દિવસ રાત્રી ધમધમતો હતો. પરંતુ રેલ્વે એલ્સી નં 51 પાસે વર્ષ 2015માં બરોડા આર એન્ડ બીના હસ્તક અંદાજિત 22 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરી હતી. માંડ એક વર્ષ કામ થયું હશે, ત્યાં એકાએક બંધ પડી ગયું હતું. માર્ગનો ઉપયોગ કરતા 5થી વધુ ગ્રામજનો તેમજ વ્યારા નગર નજીક કાકરાપાર રોડ પર આવેલ સી એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંસ્થામાં આવતા 1500 વિધાર્થીઓ તેમજ હોસ્પ્ટિલ અને બલ્ડ બેન્કમાં આવતા દર્દીઓ રસ્તો બંધ હોવાના કારણે 7 વર્ષથી મુશ્કેલી વેઠી રહ્યાં છે.
સ્થાનિક નેતાઓ પણ કામ ચાલુ કરાવવામાં વામણા સાબિત થયા છે. વહીવટીતંત્ર રેલ્વે ફાટક નજીક રસ્તા બનાવી વૈકલ્પિક સમસ્યાનો ઉકેલ લાવે અને વાહનચાલકોને પડતી મુશ્કેલી માટે યોગ્ય આયોજન કરવાની જરૂર છે. વ્યારા નગરમાં મુખ્ય મંત્રી ભપેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ સંકુલની મુલાકાતે આવનાર હોય, ત્યારે 7 વર્ષની મુશ્કેલીઓ વેઠીને હારેલા લોકો માટે અઘૂરા બ્રિજની કામગીરી શરૂ કરાવવા યોગ્ય નિર્ણય કરાવી, તાકીદે કામ ચાલુ કરાવે એવી માંગ ઉઠી છે.
બ્રિજ ન બનતા આ વિસ્તારને હાલાકી
વ્યારાના કાકરાપાર પાસે અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાશ પ્રતિસ્થાન સંચાલિત સી એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર કાળીદાસ હોસ્પિટલ, માલીબા રક્તદાન કેન્દ્ર, જેવી શેક્ષણિક સંસ્થાઓ આવેલી છે. બ્રિજના બંધ છે.જેથી સંસ્થામાં આવતા વિધાથીઓ અને દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.
વાહનચાલકોને 5 કિલોમીટરનો ચકરાવો
7 વર્ષથી રેલવે ઓવરબ્રિજ બંધ રહેતા વ્યારા નગર સાથે જોડાયેલી હોમિયોપેથીક કોલેજ અને 10 વધુ રહેણાંક સોસાયટીઓ, અને અંદાજિત 5 ગામના વાહનચાલકોને 5 કિમિથી વધુનો ચકરાવો સહન કરી રહ્યા છે.
વૈકલ્પિક અંડરબ્રિજમાં પણ ચોમાસામાં પાણી ભરાતા મુશ્કેલીઓ વધી જાય છે
હાલ સ્થાનિકો વ્યારાના રેલ્વે બ્રિજ નજીકના કાચા રસ્તા પરથી અવરજવર કરે છે. ચોમાસામાં વરસાદના કારણે પાણી ભરાતા કાદવ અને કીચડ માર્ગનો ઉપયોગથી મુુશ્કેલીઓ વધી જાય છે.
વ્યારાના અધૂરા બ્રિજની ફેક્ટફાઇલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.