વિધિનો વક્ર લેખ:ચીખલી પાસે જોખમી વળાંકમાં ટેમ્પો પલટી જતા આંબાપારડી ગામના 2 બાળકોના મોત, 15ને ઈજા

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો પહેલી તારીખે પ્રવાસે જવાના હતા પરંતુ ગામમાં મરણ થતાં પોગ્રામ બીજી તારીખે લઇ ગયાને અકસ્માત સર્જાયો

માંડવી તાલુકાના આંબાપારડી ગામના યાત્રાળુઓ ભરી ને જતા એક ટેમ્પો વ્યારા તાલુકાના ચીખલી ગામ ની સીમ માંપસાર થતી વેળાએ એક ગોઝારા વળાંકમાં ટેમ્પાનો સંતુલન ખોરવાય જતા ટેમ્પો વણાંકમાં પલટી મારી ગયો હતો. ટેમ્પામાં સવાર 25 થી વધુ વ્યક્તિઓ ટેમ્પામાંથી ઉછળીને નીચે પડ્યા હતા. જેમાં બે માસુમ બાળકો ને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે 14 જેટલા વ્યક્તિઓને વધતી ઓછી ઇજા પહોંચતા તેમને સારવાર માટે વ્યારા અને સુરત ખસેડાયા હતા.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના પારડી ગામમાં ગત સપ્તાહમાં ગ્રામજનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં સોનગઢના દેવલીમાડી ખાતે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવાનો નક્કી કર્યું હતું. સોમવારે 150 જેટલા વ્યક્તિઓએ અલગ અલગ વાહનમાં સોનગઢના દેવલી માડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત સોમવારે સવારના અરસામાં ગ્રામજનો વિવિધ

ઉબડખાબડ માર્ગ અને સાઇડ સોલ્ડરિંગનો અભાવ પણ અકસ્માત માટે જવાબદાર હોવાની ચર્ચા
વ્યારા ના ચીખલી જતા રસ્તો સાંકડો છે તેમ જ સોલ્ડરીંગના અભાવે આખા રસ્તા પર ઠેરઠેર માર્ગની બાજુમાં ખાડા પડી ગયા છે. એકવાર વાહનો જો ખાડામાં પડે તો માર્ગ પર આવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બને એવો હાલ માર્ગનો છે એવા સમયે વળાંકમાં પાસે પણ સોલ્ડરિંગના અભાવ અને ખાડાના કારણે ટેમ્પો પસાર થઈ રહ્યો હોય અને સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.

2 પરિવારના કૂળ દિપક બુઝાયા
આ પ્રવાસમાં મોટેરાની સાથા સાથે આઠ જેટલા બાળકો વિવિધ વાહનોમાં પ્રવાસે જવા નીકળ્યા હતા. જેમાં બે બાળકો સોહમભાઈ વિપિનભાઈ ચૌધરી અને આયુષભાઈ જીગ્નેશભાઈ ચૌધરી જેવો પાલદી ગામોમાં ધોરણ સાતમામાં અભ્યાસ કરે છે બંને બાળકો એક જ ટેમ્પામાં ગયા હતા ટેમ્પો પલટી ખાઈ જવાના કારણે બાળકો માર્ગ પર પડતાની સાથે જ માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા લોહી લુહાણ થઈ જતા બાળકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અલગ અલગ વાહનમાં ગામના 150 જેટલા લોકો પ્રવાસે જવા નીકળ્યા હતા
માંડવી તાલુકાના પારડી ગામમાં ગ્રામજનોએ ભેગા મળી પેહલી તારીખે દેવલી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાનું નક્કી કર્યું હતું જેમાં ગામમાંથી જરૂરી ફાળો પણ ઉઘરાવી લેવાયો હતો. જોકે પહેલી તારીખે ગામમાં મૈયત થવાને કારણે પ્રવાસ બીજા દિવસે જતા બીજી તારીખે જવાનું નક્કી કરાયું હતું. દોઢસો જેટલા વ્યક્તિઓ માતાજીના મંદિરે જવા નીકળ્યા હતાબીજી તારીખે બે બોલેરો ,એક છોટાહાથી ટેમ્પો અને એક અશોક લેલન કંપની ના ટેમ્પો અંદાજિત 150 જેટલા વ્યક્તિઓ

માથામાં ઇજા થતાં બેભાન થયો
સવારે ગ્રામજનો એ નક્કી કર્યા પ્રમાણે સોમવારે દેવલીમાડી માતાજી માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા વ્યારા નજીક ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે ટેમ્પાની પાછળ જ અમે ઉભા હતા વળાંક દરમિયાન અચાનક ટેમ્પો પલટી ખાઈને સાઈડ પર પડી ગયો હતો. જોકે માથાના ભાગે મને ગંભીર ઈજા પહોંચતી હતી થોડા સમય બાદ હું બેભાન જેવો થઈ ગયો હતો. જે વાત વ્યારા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મને ભાન આવ્યું હતુ. > સંજયભાઈ વેલીયાભાઈ ચૌધરી, પારડી

અન્ય સમાચારો પણ છે...