ભાસ્કર વિશેષ:માછલી મારફતે દમની દવાનો લાભ 1800 દર્દીએ લીધો

વ્યારા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર,રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો દર્દીઓ આ મફત કેમ્પનો લાભ લે છે

વ્યારામાં મિલન યંગ ક્લબ અને મિલન સાર્વજનિક મેડિકલ છેલ્લા 50 વર્ષથી નિત્ય ક્રમે 7મી જૂનના રોજ અસ્થમા દમની બીમારીના રોગથી પીડાતા દર્દીઓને રાહત આપવા માટે એક કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પ ભારતમાં ગુજરાતના તાપીના વ્યારા અને હૈદરાબાદમાં યોજાય છે, જે કોરોના કાળ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી પોતાની પીડામાંથી વિશેષ પ્રકારની માછલી વડે દવા લઇ રાહત અનુભવી રહ્યા છે. હાલ વ્યારામાં 1800 દર્દીઓ દ્વારા લાભ લીધો હતો.

ગુજરાતમાં માત્ર તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે માલીવાડમાં દમ જેવી બીમારીથી પીડાતા દર્દીઓને વર્ષમાં એક જ વાર વ્યારા મિલન યંગ ક્લબ અને ટ્રસ્ટ વિના મૂલ્યે અનોખી રીતે દવા આપવામાં આવે છે. આ દવા ગુગલી નામની માછલીમાં આયુર્વેદિક દવા મૂકી દમના દર્દીઓને વિનામૂલ્યે ગળાવવા આવે છે.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં બીમારીથી પીડાતા દેશ વિદેશમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી દર્દીઓ વહેલી સવારથી ઉપસ્થિત રહી માછલી વડે દવા લઇ રાહત અનુભવે છે. ફકત વ્યારા જ નહિ છેલ્લા પાંચ દાયકાઓથી વ્યારામાં અનોખી પદ્ધતિથી દમની દવા અપાઈ છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો દર્દીઓ આ મફત કેમ્પનો લાભ લે છે.

1800થી વધુ દર્દીઓ માછલીઓ મારફત દવા અપાઈ
વ્યારા નગરમાં ગુગલી નામની માછલીમાં દવા ભેળવી દેવાઈ છે, જે માછલી મારફતે દર્દીના શરીરમાં મોકલાય છે. વ્યારામાં વર્ષમાં એક જ વાર 7મી જૂન દવા વિતરણ થાય છે. કોરોનાનાં કારણે બે વરસ બંધ રેહલા કેમ્પમાં આ વર્ષે એક જ દિવસમાં 1800 થી વધુ દર્દીઓને માછલી વડે દવા અપાય હતી.

બે વર્ષ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો હતો
કોરોના મહામારી આવી જતાં આ કેમ્પ બે વર્ષ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે કેમ્પમાં હજારોની સંખ્યામાં અસ્થમા દમથી પીડાતા દર્દીઓ દવા લેવા માટે આવી અને દવા લઈ રાહત અનુભવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. - મુસ્તાકભાઈ મિરઝા, આયોજક

અન્ય સમાચારો પણ છે...