નદીમાં ઘોડાપુર:તાપીના 3 તાલુકાના 18 ગામમાં પાણી ભરાયા, 439નું સ્થળાંતર

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના પગલે વાલ્મિકી નદીમાં ઘોડાપુર આવ્યા

તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઊભી થઇ છે. વાલોડથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘરો તેમજ કાચા ઝૂંપડામાં પાણી ભરાઈ જતા સહીસલામત ખસેડાયા મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ કામગીરી હાથ ધરી હતી.

વ્યારા , વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણ ચાર દિવસથી ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં આવેલા વરસાદના કારણે નદી નાાળાઓમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે. જેને લઈને વ્યારા તાલુકાના ઝાંખરી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં નદી કિનારે ઘરો પાણી ભરાઈ જાય તેવી શકયતા ઊભી થઈ હતી. ડોલવણ તાલુકાના 16 ગામોના લોકો અને વાલોડ અને ઉચ્છલના 1-1 ગામના લોકોને સ્થળાંતર કરાયા. જિલ્લામાં હજુ સુધી કુલ 18 ગામોમાંથી 439 લોકોને સ્થળાંતર કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

ડોલવણમાં પુર દરમિયાન બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત
વ્યારા - ડોલવણ : તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે તમામ નદીઓ અને નાળાઓ છલકાઈને ભયજનક સપાટીની ઉપર વહી રહ્યા છે. એ તરફ વરસાદની આગાહી વધુ હોય જેને લઈને તાપી જિલ્લાના ડોલવણ ખાતે એનડીઆરએફની એક બચાવ ટુકડી તૈનાત કરી દેવાય છે. જેને લઈને ડોલવણ વિસ્તારમાં કોઈ પણ સ્થળોએ આ ટીમ દ્વારા બચાવ કામગીરીમાં ઝડપી જઈ કામગીરી હાથ ધરી દેશે. એનડીઆરએફ બચાવના સાધન સામગ્રી સાથે સજજ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...