વ્યારા નગરપાલિકા દ્વારા નગરના કેટલાક વિસ્તારોમાં વીજ પોલ બદલવા તેમાં કેટલા વિસ્તારમાં અંધારાની ફરિયાદને દૂર કરવા ચાલીસ લાખના ખર્ચે 175 પોલ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં મૂકવાનું આયોજન કર્યું હતું, જે મુજબ વીજ પોલ મૂકી શરૂ કરી દેવામાં આવી છે.વ્યારાના વિકાસમાં એક નવું સોપાન ઉભુ કર્યું હતું. વ્યારા નગરપાલિકા દ્વારા ગત રોજ 175 જેટલી નવી લાઈટોના પોલોનું લોકાર્પણ કરવામાં આવ્યું.વ્યારા નગરના બહુચરાજી માતાના મંદિરથી કણજા ફાટક સુધી, તેમજ ગોરૈયા ફળિયામાં અંદાજે 40 લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં લાઈટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કણજા ફાટક ઉપર તથા શામજીભાઈના ઘર પાસે ગોરૈયા ફળિયામાં, વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણાના હસ્તે તેમજ વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલીન. પ્રધાન, ચીફઓફિસર .બી.બી.ભાવસાર તેમજ વિવિધ સમિતિના ચેરમેનોની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, આ સુનેરા અવસરથી કણજા ફાટકથી લઈને જલારામ મંદિર બહુચરા માતાજી સુધી લાઈટોનું સુંદર આયોજન થયું હતુ, તેમજ નગરના છેવાડા એવા ગોરૈયા વિસ્તારમાં પણ અજવાળું ફેલાઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.