સ્વતંત્રતા દિવસની ભેટ:વ્યારામાં પાલિકા સંચાલિત તાપી જિલ્લાની પ્રથમ સંગીત શાળાનો 15મી ઓગસ્ટે શુભારંભ

વ્યારા2 મહિનો પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
  • શિક્ષણની સાથે સાથે સંગીતનો વ્યાપ વધારવા વ્યારા પાલિકાની અનોખી પહેલ

વ્યારા નગરપાલિકાએ જિલ્લામાં સંગીત પ્રેમીઓ માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. તાપી જિલ્લામાં પ્રથમ પાલિકા સંચાલિત સંગીત શાળા શરૂ કરાશે, જેમાં જિલ્લાભરનાં લોકો માસિક 300 રૂપિયામાં તાલીમ આપવા માં આવશે. સંગીતમાં રુચિ વધાવા સાથે વિવિધ સંગીતનાં સાધનોની આવડતના કારણે તાપી જીલ્લામાં સંગીતનો ઉપયોગ પગભર થવામાં મદદ રૂપ બનશે.

સંગીતના જાણકાર તેમજ સંગીત શિક્ષણ માટે એક નવો રસ્તો
વ્યારા નગર પાલિકા નગરજનોને સુવિધા આપી રહી છે. હાલ વ્યારા નગર પાલિકાના દ્વારા સંભવિત રાજ્યમાં પ્રથમ સંગીત શાળાની કામગીરી હાથ ધરી છે. તાપી જિલ્લાના સંગીતનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. જેને લઇ આ વિસ્તારમાં સંગીત નું માર્ગદર્શન મળે સાથે સંગીતનો ઉપયોગ અને જાગૃતિ વધે માટે વ્યારા પાલિકા દ્વારા વ્યારાના જળવાટીકાનાં તળાવના કંપાઉન્ડમાં આવેલ વીર સાવરકર હોલના પ્રથમ માળે એક હોલ માં ટૂંક સમયમાં સંગીત શાળા ચાલુ કરી રહી છે. જેને લઈને સંગીતના જાણકાર તેમજ સંગીત શિક્ષણ માટે એક નવો રસ્તો મળશે.

સંગીતના સાધનો સહિતની તૈયારીઓ સંપન્ન
વ્યારા નગરપાલિકાના વીર સાવરકર હોલ ખાતે સંગીત શાળા ચાલુ કરવામાં આવશે. જેમાં નગરપાલિકા દ્વારા હાલ બે નંગ કેશીયો, ત્રણ નંગ કેસિયો સ્ટેન્ડ સાથે એક નંગ ઢોલક એક જોડી તબલા, એમ્પ્લી સ્પીકર, એક ડ્રમ સેટ, એક નંગ ગિટાર એક નંગ હાર્મોનિયમ, ત્રણ સેટ કોંગો અને ત્રણ નંગ કોંગો સ્ટેન્ડ ના સાધનો મંગાવી લીધા છે. આ તમામ સાધનો ને હોલ માં મૂકી દેવામાં આવશે.જે બાદ સંગીત શીખનાર લોકો સંગીતનો શિક્ષણ મેળવશે.

નજીવી ફી વસૂલી અપાશે સંગીતની તાલીમ
વ્યારા નગરપાલિકા સંચાલિક આ શાળામાં સંગીત શીખવા આવનાર લોકો પાસે પ્રવેશ ફી 500 રૂપિયા લેવામાં આવશે ત્યારબાદ માસિક ફી 300 લેવામાં આવશે.

સંગીત રસિકોને નવું પ્લેટફોર્મ મળશે
પાલિકા દસંગીત શાળા ચાલુ કરી રહી છે એ ખૂબ સરાહનીય કામગીરી છે. હાલ સંગીત માટે નવા નવા પ્લેટફોર્મ પણ ઊભા થઈ રહ્યા છે .જેથી આ સંગીત શાળામાં શિક્ષણ મેળવી લોકો આવનાર સમયમાં આર્થિક આવક પણ વધારી શકશે. સંગીતના ભણતરની સાથે વ્યવસાયિક પણ કામગીરી કરી શકશે. > સુજલ દેસાઈ, શિવરંજની ગ્રુપ સંચાલક, વ્યારા

હાલ સંગીત ટીચરની પ્રોસિજર શરૂ
વ્યારા નગરપાલિકા દ્વારા સંગીત શાળા શરૂ કરવામાં આવનાર છે.સંગીત માટે ના તમામ સાધનો આવી ગયા છે. હાલ સંગીત શિક્ષણ ટીચર માટેની જરૂરી પ્રોસિજર કરી સંભવિત ઓગસ્ટ માસમાં સંગીત શાળાના વર્ગો ચાલુ કરવાની તૈયારીઓ કરી દેવાઈ છે. > રીતેશભાઇ ઉપાધ્યાય, બાંધકામ સમિતિ, ચેરમેન

અન્ય સમાચારો પણ છે...