પાકોને મોટું નુકસાન:ડોલવણમાં 24 કલાકમાં 12 અને વાલોડમાં 6 ઇંચ વરસાદ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત વરસતા વરસાદથી ખેડૂતોના પાકોને મોટું નુકસાન

તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ હાલ આફત રૂપ બની રહ્યો છે. ડોલવણમાં છેલ્લા 24કલાક દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો. સાથે વાલોડમાં સતત આવી રેહલ 6 ઇંચ જેટલા વરસાદના કારણે નદીઓ ઘોડા પુર આવ્યાની સાથે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ડોલવણના આંબાપાણી તેમજ વાલોડના હથુકા, વીરપોર, બુહારી સહિતનાં અનેક નીચાણવારા વિસ્તારોમાં પાણી ભરાયા હતા .સાથે ડોલવણનાં આંબાપાણીમાં ભારે પુરથી જમીનનુ ધોવાણ થતા મોટાભાગનાં ખેડૂતોનાં શેરડી, ડાંગરનું ધરૂ, તુવેર જેવાં પાકોને ભારે નુકશાન થયું છે

ડોલવણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12.84 ઇંચ વરસાદ ખાબકતા અને વાલોડ તાલુકામાં 6.48 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે ગુરૂવારે પણ આખોડોલવણ માં દિવસ દર બે કલાકે એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેનાં કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી નિર્માણ પામી હતી.

ગત રાત્રીએ ડોલવણ અને વાલોડ પંથક માં પુર્ણા નદીમાં ધોડાપુર આવતા વીરપોર, આંબાપાણી, બુહારી સહિતનાં અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. પૂર્ણા નદીમાં લોકો સમજે તે પહેલા તો પાણીએ પોતાનો પ્રકોપ બતાવ્યો હતો. જેમાં તળાવ ફળિયું, બોરડી ફળિયુ, જીન ફળિયુ જેવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વિરપોર ખાતે આનંદ આશ્રમ પણ બેટમાં ફેરવાઈ ગયુ હતુ. ડોલવણનાં આંબાપાણી ગામે ભારે પુરથી જમીનનાં ધોવાણનાં કારણે મોટાભાગનાં ખેડુતોનાં નુકશાન થયું હતુ. તાપી જિલ્લામાં જિલ્લામાં 14મી જુલાઇએ સવારે 6વાગ્યા સુધી સરેરાશ 513 મિ.મિ.વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...