નાગરિકો પોતાની આર્થીક સમસ્યા ઝડપથી હલ કરવા વ્યાજ ખોરો પાસે જતા હોય છે જેમાં વ્યાજ ખોરો ભોળા નાગરિકોના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી તેઓની સંપત્તિ ઝડપી લેતા હોય છે. ગુજરાતીઓ સ્વભાવે ભોળા અને વિશ્વાસ થી બનેલા છે. તેઓને આવા વ્યાજખોરોના ચંગુલથી બચાવવા અને પોલીસ અંગે પ્રવર્તમાન ગેર માન્યતા દુર કરવાનું બીડું ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે ઉઠાવ્યું છે. જેમાં પ્રજા પોલીસના દ્વારે નહિ પરંતું પોલીસ પ્રજાની પડખે, પ્રજાને દ્વારે આવે છે ઉપરોક્ત શબ્દો વ્યારા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી એ ઉચ્ચાર્યા હતા.
વ્યારા ખાતે રમત-ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન અને સાંકૃતિક પ્રવૃતિઓ તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના માન.ગૃહરાજ્યમંત્રીશ્ રી હર્ષ સંધવીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે લોન/ધિરાણ કેમ્પ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ તાપી જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રસાશન દ્વારા યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ગૃહમંત્રીશ્રીએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તેમણે પોલીસની કામગીરીની સરાહના કરતા ઉમેર્યું હતું કે, પોલીસે લીધેલુ કામ ક્યારેય અધુરૂ નથી રહેતું. પોલીસે અનેક માતાઓના દિકરા બનીને તેઓના નાણા,ઘર,દાગીનાને વ્યાજ ખોરોથી બચાવ્યા છે.
590 પરિવારને 18.73 કરોડની લોન મળી
તાપી જિલ્લામાં પોલીસ તંત્રએ 590 પરિવારોએ 18 કરોડ 73 લાખની લોન આપવામાં આવી છે. કાર્યક્રમમાં મંત્રીએ સંધવીએ નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓનો ઉત્સાહ અદભુત છે એમ જણાવી તેઓના પ્રયાસો થકી ગૃહ વિભાગમાંથી તાપી જિલ્લામાં નવા 110 સીસીટીવી કેમેરાઓ લાગશે એમ જાહેરાત કરી હતી. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્ર તાપી જિલ્લાના વિકાસ માટે આગળ છે એમ સરાહના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.