ઓનોખી સિદ્ધિ:નિઝરની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલનું સતત 13 વર્ષથી 100 % પરિણામ

વ્યારા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60 વિદ્યાર્થીઓ પૈકી 11 વિદ્યાર્થીને A-1 અને 37ને A-2 ગ્રેડ મળ્યો

નિઝરના ખોડદા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કૂલમાં ધોરણ 10ની પરિક્ષાનું પરિણામ સોમવારના રોજ જાહેર થતાં શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. શાળા છેલ્લા 13 વર્ષથી સતત 100 ટકા પરિણામ લાવી ઓનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે પણ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે આવનાર સર્વચનાબહેન નરેશભાઈ વસાવાએ 600માંથી 575 માર્ક મેળવી 95.15 ટકા સાથે 99.83 પર્સનટાઈલ પ્રાપ્ત કર્યા છે.

બીજાક્રમે ગામીત અંકિતાકુમાર સંજયભાઈએ 94.00 ટકા મેળવ્યા છે. અને ત્રીજા ક્રમે વળવી તુલસીકુમારી મહેશભાઈ 93.50 ટકા પ્રાપ્ત કરેલ છે. શાળાના કુલ 60 વિદ્યાર્થીઓઓ પરિક્ષામાં બેઠા હતાં. જેમાં 60 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જેમાં 1 ગેરહાજર રહ્યો હતો. શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. શાળામાં 11 વિદ્યાર્થીઓનો A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

A-2 માં 37, B-11, B-200 , C-1માં 1 અને C-2માં 00 વિદ્યાર્થીઓ આવ્યા હતાં.શાળાના આચાર્ય પરેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર અમારી શાળામાં એડમિશન માટે તાપી સુરત, નવસારી, અને નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે. શાળા છેલ્લા 13 વર્ષથી ધોરણ 10નું પરિણામ 100 ટકા મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...