નગરજનોમાં આનંદ:વ્યારામાં જૂન, જુલાઈમાં મિલકત વેરા ભરનારને 10 ટકા રિબેટ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે કામગીરી હાથ ધરે છે. જેને લઇને નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત વધે અને લોકોને પણ રાહત થાય તે માટે જૂન માસમાં 10 અને જુલાઈ માસમાં 10 ટકાનો આવવાની છૂટ આપતા નગરજનો માં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રિબેટ મળે એ માટે સમયસર વેરો ભરી રહ્યા છે. જેને લઇને નગર પાલિકાના વેરાનો આંક પણ વધી રહ્યો છે.

વ્યારા નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે નગરજનો વધુ મિલકત વેરો ભરી અને તેમને પણ રીબેટનો લાભ મળે એ માટે કારોબારી અધ્યક્ષ કુલીન ભાઈ પ્રધાન દ્વારા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વ્યારા નગર પાલિકા વિસ્તારનાં લોકોને રિબેટ મળે એ અગાઉ આપેલી છૂટમાં વધારો કરી લેવાયો છે. જેથી મે સુધીમાં પણ વધારો થાય છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા જૂન માસમાં 7 ટકા રીબેટ આપવાનું નક્કી કર્યું છે જ્યારે વ્યારા નગર પાલિકાએ ત્રણ ટકા વધારી દેતાં કુલ 10 ટકા આપવા નક્કી કરીને જ્યારે જુલાઈ માસમાં 5 ટકા રીબેટ રાજ્ય સરકારે આપવાનું નક્કી કર્યું છે. તેમાં પણ વ્યારા નગરપાલિકા દ્વારા 5 ટકા ઉમેરતા જુલાઈ માસમાં પણ 10ટકા રીબેટ નો લાભ દ્વારા નગરજનોને મળશે બીજી તરફ નગરજનો દ્વારા પણ રિબેટનો લાભ માટે સમયસર મિલકત વેરા ભરે એ પણ જરૂરી બન્યું છે.

વ્યારા નગરમાં કુલ 15567 મિલકતો આવેલી છે. જે પૈકી 1943 મિલકતધારકોને ગત વર્ષના વેરા ભરવા ના બાકી છે. તેમને પણ સમયસર વેરા ભરી ને લાભ લેવા વેરા અધિકારી ધીરુભાઈ ભારતી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...