પાણીથી બચવા ઝાડનો સહારો લીધો:આંબાપાણી નજીકથી પસાર થતી પૂર્ણા નદીના પાણીમાં ફસાયેલા 10ને બચાવાયા

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારાના આંબાપાણી ગામ નજીકથી પસાર થતી પૂર્ણાં નદી માંથી બુધવારે સાંજે પુર ના પાણી દસ લોકોને સફળતા પૂર્વક તંત્ર દ્વારા બચાવાયા. - Divya Bhaskar
વ્યારાના આંબાપાણી ગામ નજીકથી પસાર થતી પૂર્ણાં નદી માંથી બુધવારે સાંજે પુર ના પાણી દસ લોકોને સફળતા પૂર્વક તંત્ર દ્વારા બચાવાયા.
  • પાણીથી બચવા ઝાડનો સહારો લીધો, કલેક્ટરે એનડીઆરએફ અને ફાયરની ટીમ મોકલાવી

વ્યારા તાલુકાના આંબાપાણી ગામ પાસે પૂર્ણા નદીના કિનારે સાઈડમાં ઊભા રહીને સ્થાનિક 10 યુવકો કામકાજ માટે નદી કિનારે ઊભા હતા. તે દરમિયાન ઉપરવાસથી પાણીનું પ્રવાહ વધી જતા નદી કિનારે ઊભા રહેલા યુવકો ફસાઈ ગયા હતા અને પાણીથી બચવા ઝાડનો સહારો લીધો હતો. જે બાબતની જાણ તાપી જિલ્લા કલેકટરને થઈ હતી.

તેમણે તાત્કાલિક વ્યારા ફાયર વિભાગ અને એનડીઆરએફ ટીમને જાણ કરી બચાવ કાર્યની કામગીરી માટે સૂચના આપી હતી જેને લઈને વ્યારા ફાયર અધિકારી નારણભાઈ અને ટીમ પહોંચી ગઈ હતી બચાવ કાર્યમાં જોડાઈ હતી જો કે પાણીનો પ્રવાહ વધારે હોય જેને લઈને બચાવમાં મશ્કેલી ઊભી થેતા કલેકટર એચ. કે વઢવાણિયાએ રાજ્ય સરકારમાં હેલિકોપ્ટરથી આબાપાન માં રેસ્ક્યુ કરવા માંગણી કરી હતી.

જોકે સાંજે અંધારામાં ખરાબ વાતાવરણ લઈ હેલિકોપ્ટર તાત્કાલિક આવી શકે એમ ન હતું.બીજી તરફ વ્યારા ફાયર વિભાગની ટીમ દ્વારા દોઢ કલાક સુધી બચાવ કાર્ય ચાલુ રાખતા દોરડાઓ સાથે ઝાડ નજીક પહોંચી ઝાડના સહારે રહેલા 10 યુવાનોને પાણીમાંથી બહાર લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...