નિઝર તાલુકાના વેલ્દા ખાતે કરોડોના ખર્ચે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડવર્ક બનાવવામાં આવેલ છે.જે પાણી પુરવઠા યોજનાના મુખ્ય હેડવર્ક વેલ્દા ખાતે કાવઠા ગામ પાસે તાપી નદી કિનારે ઇન્ટેકવેલથી તાપી નદીનું પાણી આવતું હોય છે. પરંતુ કેટલાક સમયથી નિઝર તરફ જતી પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનું વેડફાટ થઇ રહ્યું છે.
વેલ્દા તરફથી આવતી પાણી પુરવઠા યોજનાની મેન પાઇપ લાઈન નિઝર DGVCL ઓફિસની નજીક બાજુમાં આવેલ ખુલ્લા ખેતરના કિનારાથી પસાર થાય છે, જે પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થઇ જતા હજારો લીટર પાણીનું ખુલ્લામાં વેડાફટ થઇ રહ્યું છે.
નિઝર તાલુકાના ગામડામાં સમયસર અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે આશરે 1994 માં કોરોડોના ખર્ચે દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજના નિર્માણ કરવામાં આવી છે. આ દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈન આશરે 25 વર્ષથી પણ વધુ જૂની હોવાથી મેન લાઈનમાં લિકેજોનું પ્રમાણ વધતા જતા જોવા મળી રહ્યા છે.
આ બાબતે તપાસ કરાવી લઉં છુ
આ બાબતે પાણી પુરવઠા યોજનાના પેટા વિભાગ ઉચ્છલના કાર્યપાલક ઈજનેર દિનેશભાઈ ટંડેલનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે નિઝર ખાતે આવેલ DGVCL ઓફિસની બાજુમાં પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈનમાં થયેલ લીકેજ તપાસ કરાવી લઉં છું તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.