જુનું બેજ ચોમાસામાં ફરી પાણીથી ઘેરાયું:રેશનિંગનું અનાજ મેળવવા 3 કિમી હોડીમાં અને 4 કિમી પગપાળા કાદવીયો માર્ગ કાપવા માટે ગ્રામજનો મજબૂર

કુકરમુંડા13 દિવસ પહેલાલેખક: જહેરસિંહ વસાવે
  • કૉપી લિંક
  • પાણીથી ઘેરાયેલા આ ગામના લોકોએ અનાજ મેળવવા 7 કિમી લાંબા થવું પડે છે

કુકરમુંડા તાલુકાના તાપી કિનારે વસેલું જુના બેજ ગામ ચોમાસુ આવતા જ ચારે બાજુ 8 મહિના સુધી ઉકાઈ જળાશયનું પાણી ભરાય જાય છે. ગામના લોકો હજુ પણ હોડીનો એકમાત્ર સહારો છે. ગામને જોડતા રસ્તાની સુવિધાઓ હજુ પણ પહોચી નથી. ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવે છે, ત્યારે ચોમાસુ સીઝનમાં ગામના રેશનકાર્ડ ધરાવતા કાર્ડ ધારોકોઓએ સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા ગામથી આશરે 7 કિલોમીટર દૂર આવેલ વેશગાવમાં જવું પડે છે.

વરસાદની સીઝનમાં મંગળવારે સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા માટે ગામથી આશરે 3 કિલોમીટર સુધી ઉકાઈ જળાશયના પાણીમાં હોડીના સહારે ગયા હતા. ત્યારબાદ નદી કિનારે હોડીઓ મૂકીને 4 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સસ્તા અનાજની દુકાન પર પહોંચ્યા હતા. સસ્તા અનાજની દુકાનમાંથી અનાજના પોટલાં વરસાદમાં ભીંજાઈ નહિ જાય, તેવા ડર સાથે માથા પર પોટલા મૂકીને પરત 4 કિલોમીટર પગદંડી કાદવીયા રસ્તા પર ચાલીને આવ્યા બાદ હોળીના સહારે ગામ સુધી પહોચ્યાં હતા. હવે આઠ મહિના સુધી ગ્રામજનોએ વરસાદમાં કપરી મુશ્કેલી વેઠી પેટનો ખાડો પુરવા અનાજ લેવા તકલીફ ભોગવવી પડશે. આ ઉપરાંત વરસાદમાં અનાજ ખરાબ થઈ જવાનો પણ સતત ડર રહેતો હોય છે.

વિકાસના સપના હજી સત્ય થવાથી દુર
અગાઉ દિવ્યભાસ્કરે ગામની સાચી પરીસ્થિતિ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરતા તાપી જિલ્લાના સરકારીબાબુઓએ ગામની મુલાકાત લેતા વિકાસની આશા જાગી હતી. પરંતુ આ મુલાકાત આશરે 7 મહિના વીતી ગયા છતાં ગામમાં પ્રાથમિક સુવિધાના કામો થયા નથી. રસ્તાના કામો પણ અધૂરા છે.

અન્ય સમાચારો પણ છે...